Team VTV01:43 PM, 23 Oct 20
| Updated: 01:54 PM, 23 Oct 20
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)નેતા તેજસ્વી યાદવે આજે બિહારના નવાદામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ ચીન તરફથી કરવામાં આવેલા આક્રમણ અને પ્રવાસી મજુરોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો તેજસ્વી યાદવે લોકોને રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. આ રાહુલની બિહારની આ ચૂંટણી મુદ્દે પહેલી રેલી હતી.
સૈનિકો શહીદ થયા, ત્યારે પીએમ મોદીએ શું કહ્યું અને શું કર્યું - રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે બિહારના યુવાનો સૈનિકો શહીદ થયા, ત્યારે પીએમ મોદીએ શું કહ્યું અને શું કર્યું, સવાલ એ છે કે હું લદ્દાખ ગયો છું. લદ્દાખમાં હિંદુસ્તાનની સીમા પર બિહારના યુવાનો પોતાનું લોહી અને પરસેવો વહાવી જમીની રક્ષા કરી રહ્યા છે. ચીને આપણા 20 જવાનોને શહીદ કર્યા અને આપણી જમીન પર કબ્જો કર્યો, પણ પ્રધાનમંત્રી ખોટુ બોલી ભારતની સેનાનું અપમાન કર્યુ.
પ્રવાસી મજુરોના પલાયનનો મામલો ઉઠાવતા રાહુલે કહ્યું કે માઈગ્રેશન કરી રહેલા પ્રવાસી મજુરોની પીએમએ કોઈ મદદ ન કરી. આ જ હકિકત છે. મને પુરો ભરોસો છે કે આ વખતે બિહાર સત્યને પારખવા જઈ રહી છે. આ વખતે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારને જવાબ આપવા જઈ રહી છે.
Bihar: RJD leader Tejashwi Yadav & Congress leader Rahul Gandhi attend 'Badlav Sankalp' #BiharElections joint rally at Hisua in Nawada district.
"PM Modi & CM Nitish Kumar even took away the jobs of those employed & forced all mills to close," says RJD Leader Tejashwi Yadav pic.twitter.com/34BDsqi4on
તેજસ્વી યાદવે કહ્યું કે 15 વર્ષ નીતિશ કુમાર મુખ્યમંત્રી છે. તેમની બે એન્જિનવાળી સરકાર છે. પરંતુ પોલીસ સ્ટેશન અને બ્લોકમાં ભ્રષ્ટાચાર વગર કામ નથી થતુ. જે રોજગાર હતો તેને પીએમ મોદી અને નીતિશ કુમારી છીનવી લીધો છે. કોરોના કાળમાં નીતિશ કુમાર પોતાના ઘરમાં હતા, પણ બહાર ન નિકળ્યા.
કેન્દ્ર અને રાજ્ય સરકાર પર નિશાન સાધતા તેજસ્વીએ કહ્યું કે બિહાર 18 જિલ્લા પુરમાં ડૂબેલા રહ્યા, પરંતુ સેન્ટ્રલની ટીમ પણ ન આવી. કોઈ જોવા ન આવ્યું. નીતિશ જી 144 દિવસ ઘરમાં રહ્યા, પરંતુ જ્યારે વોટ જોઈએ છે ત્યારે બહાર આવી રહ્યા છે. નીતિશ કુમાર પલાયનને રોકી ન શક્યા બિહારમાં અરબો રુપિયા બહાર જઈ રહ્યા છે.
તેજસ્વી યાદવે કહ્યું કે નીતિશ કુમાર કહે છે કે રોજગાર આપવા માટે પૈસા કહ્યાંથી આવશે. બિહારનું બજેટ 2 લાખ 13 હજાર કરોડ છે. નીતિશ જી ફક્ત 60 ટકા ખર્ચ કરી શકે છે. બાકી 80 હજાર કરોડ તો છે જ આ પૈસાથી લોકોને રોજગાર આપે. અમારી સરકાર બની તો અમે તાત્કાલીક 10 લાખ સરકારી નોકરી આપીશું.