બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / bihar election 2020 know full schedule election commission press conference

Bihar Election 2020 / બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને ECની આજે મહત્વની બેઠક, તારીખોનું થઇ શકે છે એલાન

Bhushita

Last Updated: 09:15 AM, 25 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ચૂંટણીપંચની મહત્વની પ્રેસ કોન્ફરન્સ બપોરે 12.30 વાગે યોજાશે. બિહારમાં આ વખતે 3 તબક્કામાં ચૂંટણી યોજાવવાનુ અનુમાન છે. ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ આચારસંહિતા લાગૂ કરવામાં આવશે.

  • આજે જ બિહાર વિધાનસભા ચૂંટણીની થઈ શકે છે જાહેરાત
  • ચૂંટણીપંચ બપોરે 12.30 વાગ્યે સંબોધશે પત્રકાર પરિષદ 
  • ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ લાગુ પડશે આચારસંહિતા


બિહાર વિધાનસભા ચૂંટણી દેશના લોકતાંત્રિક ઈતિહાસમાં સૌથી અલગ, અનોખી અને ચેલેન્જપૂર્ણ રહેશે. કોરોના સંકટના કારણે પહેલાં વિધાનસભા ચૂંટણી કરાવવાના વિરોઘ વિપક્ષે કર્યો હતો. પરંતુ ચૂંટણી આયોગના કહેવા પ્રમાણે ચૂંટણી સમયસર થશે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

કોરોના પ્રોટોકોલનું રખાશે ધ્યાન

કોરોના સંકટ બાદ દેશમાં પહેલી ચૂંટણી છે જેમાં નિર્વાચન આયોગે કોરોના પ્રોટોકોલના આધારે ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે. મતદાન કેન્દ્રોની સંખ્યા દોઢ ગણી વધારવામાં આવી છે. મતદાન કર્મીઓની સંખ્યા પણ વધારવામાં આવી છે જેથી દરેક મતદાન કેન્દ્રો પર મતદાતાઓની સંખ્યા ઘટાડીને સીમિત કરી શકાય.


મતદાતાઓ માટે રહેશે આ કડક નિયમો

દરેક મતદાન કેન્દ્રો પર મતદાતાઓને માસ્ક લગાવીને અને સેનેટાઈઝરનો ઉપયોગ કરીને આવવાનું સૂચન કરાયું છે. તેમ છતાં સુરક્ષા માટે દરેક મતદાન કેન્દ્રો પર માસ્ક, હેન્ડ ફ્રી સેનેટાઈઝિંગ અને શરીરનું તાપમાન માપવાની પણ વ્યવસ્થા કરાઇ છે. મતદાન શરૂ થતાં પહેલાં બૂથને પણ સંપૂર્ણ રીતે સેનેટાઈઝ અને ડિસઈન્ફેક્ટ કરવાની સલાહ આપવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Bihar Election 2020 Coronavirus EC Press conference આચારસંહિતા ચૂંટણી જાહેરાત પ્રેસ કોન્ફરન્સ બિહાર Bihar Election 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ