bihar coronavirus vaccine state store patna nalanda medical college and hospital walk in cooler refrigerator
વ્યવસ્થા /
અહીં બન્યું દેશનું સૌથી મોટું વેક્સીન સેન્ટર, 35 લાખ ડોઝ રાખવાની છે વ્યવસ્થા
Team VTV07:27 AM, 24 Dec 20
| Updated: 07:28 AM, 24 Dec 20
દેશમાં આ વેક્સીન સેન્ટર બિહાર જ નહીં પણ અનેક વેક્સીન સ્ટોરેજના કેન્દ્રોમાંનું એક છે. દાવો કરાયો છે કે આ નાલંદા મેડિકલ કોલેજમાં બનાવાયેલા આ વેક્સીન સ્ટોરમાં એક સાથે કોરોના વેક્સીનના 35 લાખ ડોઝ રાખવામાં આવી શકે છે.
નાલંદા મેડિકલ કોલેજમાં બન્યું સ્ટેટ વેક્સીન સ્ટોર
વોક ઈન કૂલર, વોક ઈન રેફ્રિજરેટર લગાવાયા
દરેક વિકાસ રૂમમાં હશે આઈસ લાઈન્ડ રેફ્રિજરેટર
બિહાર ચૂંટણીમાં ભાજપ સરકારે સૌથી પહેલાં વેક્સીન પહોંચાડવાનો દાવો કર્યો હતો. સરકાર બન્યા બાદ આ દિશામાં તૈયારીઓ શરૂ કરવામાં આવી. કોરોના વેક્સીનને રાખવા માટેથી લઈને વિતરણ સુધીની વ્યવસ્થામાં નીતિશ સરકાર કામ કરી રહી છે. રાજધાની પટનાના નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પરિસર સ્ટેટ વેક્સીન સ્ટોરને હવે કોરોના વેક્સીનને રાખવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરી લેવાયું છે.
આવી છે વ્યવસ્થા
સ્ટેટ વેક્સીન સ્ટોર બિહારમાં વેક્સીન સ્ટોરેજનું સૌથી મોટુ કેન્દ્ર છે. આ વેક્સીન સેન્ટર બિહાર જ નહીં દેશના સૌથી મોટા વેક્સીન ભંડારના કેન્દ્રોમાંનું એક છે. દાવો કરાઈ રહ્યો છે કે વેક્સીન સ્ટોરમાં એક સાથે 35 લાખ ડોઝ રાખી શકાય છે. નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડન્ટ ડોક્ટરના જણાવ્યા અનુસાર સ્ટેટ વેક્સીન સ્ટોરમાં 22 લાખ ડોઝ રાખવાની વ્યવસ્થા હતી હવે તેને વધારીને 35 લાખ ડોઝની કરાઈ છે.
વેક્સીન સ્ટોર સેન્ટરમાં આવી છે સુવિધાઓ
સ્ટેટ વેક્સીન સ્ટોરમાં કોરોના વેક્સીનને રાખવા માટે અને તેના વિતરણની તૈયારીઓમાં જાણવા મળ્યું છે કે વેક્સીન સ્ટોરમાં 5 વોક ઈન કૂલર છે તો સાથે તેમાં 2થી 8 ડિગ્રી સુધીના તાપમાનને મેન્ટેન કરી શકાય છે. દરેક કૂલરમાં કોરોનાના 2.5થી 4 લાખ વેક્સીન ડોઝ રાખવાની વ્યવસ્થા છે. આ સાથે સ્ટેટ વેક્સીન સ્ટોરમાં પણ 3 વોક ઈન ફ્રીઝર છે. તેમાં 0થી -20 ડિગ્રી સુધનું તાપમાન જાળવવાની વ્યવસ્થા છે. દરેક વોક ઈન ફ્રીઝરમાં વેક્સીનના 1.5 લાખ ડોઝ રાખી શકાય છે.
દરેક વિકાસ ખંડમાં હશે આઈસ લાઈન્ડ રેફ્રિજરેટર
બિહાર સરકાર વેક્સીનેશન માટે દરેક વિકાસ ખંડમાં કેન્દ્રની સહાયતાથી આઈસ લાઈન્ડ રેફ્રિજરેટર મેળવી શકી છે. દરેક રેફ્રિજરેટરમાં કોરોના વેક્સીનના 10 હજાર ડોઝ રાખવાની વ્યવસ્થા છે. મળતી માહિતી અનુસાર કોરોના વેક્સીન દેશમાં મળશે ત્યારે તેને દરેક રાજ્યમાં મોકલાશે.
વોક ઈન રેફ્રિજરેટરની પણ છે વ્યવસ્થા
બિહારમાં કોરોના વેક્સીન કેવી રીતે પહોંચશે તેને લઈને મળતી માહિતી અનુસાર કહેવાયું છે કે વેક્સીન સૌથી પહેલાં વિમાનથી પટના એરપોર્ટ આવશે. અહીંથી ફ્રીઝર વેનમાં તેને રાખીને એરપોર્ટથી નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સ્ટેટ વેક્સીન સ્ટોરમાં લવાશે. ત્યાર બાદ સ્ટેટ વેક્સીન સ્ટોરથી ફ્રીઝર વેનની મદદથી અન્ય જિલ્લામાં મોકલાશે. સ્વાસ્થ્ય મંત્રીના કહેવા અનુસાર નવા વર્ષમાં જાન્યુઆરી સુધીમાં કોરોના વેક્સીન દેશમાં આવી શકે છે.