કરુણતા / બિહારની 'બલિહારી': 3 કલાક સુધી હોસ્પિટલમાં નામ નોંધાવવા ભટક્યો પરિવાર, કોરોના દર્દીએ હોસ્પિટલના ગેટ પર છોડ્યા પ્રાણ

 bihar coronavirus man dies at gate of   nmch in patna while family members performing procedures

બિહારમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને તંત્ર પણ તેને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. કોરોનાના આ સંકટમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાની પોલ પણ ખૂલી ચૂકી છે. બિહારની બદતર સ્થિતિની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આ સમયે પટનાની નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલ (NMCH) ના ગેટ પર એક કોરોના દર્દીએ અંતિમ શ્વાસ લીધા.પરિવારના લોકોનો આરોપ છે કે દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરવા માટે 3 કલાક પહેલાંથી તેઓ નામ લખાવવા આંટા મારી રહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ