બિહારની ચૂંટણી માટે પડઘમ વાગી ચૂક્યા છે, રાજકીય પક્ષો તમામ હથિયારો સાથે પ્રચાર યુદ્ધમાં ઉતરી પડ્યા છે ત્યારે ભાજપે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં મફત કોરોના રસી આપવાનું વચન આપ્યું છે. આ જાહેરાત બાદ કોંગ્રેસે ભાજપને આડેહાથ લીધી છે. ગુજરાત કોંગ્રેસના નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.
બિહારમાં ભાજપના ફ્રી કોરોના રસીના વચનનો મામલો
ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહનું નિવેદન
કોંગ્રેસે ક્યારેય કોઇ રસી માટે પૈસા લીધા નથી: જયરાજસિંહ
બિહારમાં ભાજપના ફ્રી કોરોના રસીના વચનનો મામલે હવે કોંગ્રેસે પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધી બાદ હવે ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહે પણ ભાજપ પર પ્રહાર કર્યા છે. જયરાજસિંહે કહ્યું કે, કોંગ્રેસે શીતળા,પોલીયોની રસી ફ્રી માં આપી હતી. કોંગ્રેસે ક્યારેય કોઇ રસી માટે પૈસા લીધા નથી. નોટ ફોર વોટ સાંભળ્યું હતું, હવે વેક્સિન ફોર વોટ. ભાજપ જનતાને ઉલ્લુ બનાવી રહ્યું છે. લોકોએ ભાજપ નામનો રોગ ન આવે તે માટે રસી બનાવી લીધી છે.
વેક્સિનની તારીખ જોવી હોય તો ચૂંટણી તારીખ જુઓ: રાહુલ
કોરોનાની વેક્સિન મામલે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, વેક્સિનની તારીખ જોવી હોય તો ચૂંટણી તારીખ જુઓ. સરકારે કોવિડ વેક્સીન વિતરણની ઘોષણા કરી છે. વેક્સિન અને ખોટા વચનો ક્યારે મળશે ? જાણવા માટે તમારા રાજ્યની ચૂંટણી તારીખ જાણો.
મહત્વનું છે કે બિહારમાં ભાજપના ઠરાવ પત્રને ગુરુવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે જાહેર કર્યો હતો. ઠરાવ પત્રમાં કુલ 11 વચનો આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ વચન નિશુલ્ક કોરોના રસી માટેનું છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતમાં ICMR દ્વારા કોરોના રસી ની રસી તરત જ માન્ય થઈ જશે, ત્યારબાદ સરકારની રચના બાદ બિહાર ના તમામ લોકોને મફત રસી આપવામાં આવશે.