આજે બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન છે. બીજા તબક્કામાં 94 બેઠકો માટે મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં તેજપ્રતાપ યાદવ, તેજસ્વી યાદવ અને નંદ કિશોર મેદાનમાં છે. કુલ 17 જિલ્લાની 94 બેઠકો પર મતદાન છે. જ્યારે 7 તારીખે બિહારમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે અને 10 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે. આ મતદાનને લઈને PM મોદીએ પણ મતદાતાઓને ખાસ અપીલ કરી છે.
બિહાર વિધાનસભા ચૂંટણી
આજે બીજા તબક્કાનું મતદાન
17 જિલ્લાની 94 બેઠક માટે મતદાન
PM મોદીએ કર્યું ટ્વિટ
बिहार विधानसभा चुनावों में आज दूसरे चरण के लिए वोट डाले जाएंगे। सभी मतदाताओं से मेरी अपील है कि वे भारी संख्या में मतदान कर लोकतंत्र के इस उत्सव को सफल बनाएं। इस दौरान सोशल डिस्टेंसिंग का पालन करने के साथ ही मास्क जरूर पहनें।
બિહારમાં બીજા ચરણના મતદાનને લીને પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ કોરોના મહામારીમાં સોશ્યિલ ડિસ્ટન્સિંગના પાલનને લઈને વધારે ને વધારે વોટિંગની અપીલ કરી છે. તેઓએ કહ્યું છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજા તબક્કા માટે મતદાન થશે. મારી મતદાતાઓને અપીલ છે કે ભારે સંખ્યામાં મતદાન કરીને લોકતંત્રના આ ઉત્સવને સફળ બનાવે. આ સમયે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને માસ્ક પણ જરૂર પહેરે.
ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ પટનામાં મતદાન કર્યું
I appeal to the people to step out of their homes, cast their vote, maintain social distancing and keep wearing mask: Deputy Chief Minister Sushil Kumar Modi after casting his vote at polling booth no.49 at St Joseph High School in Rajendra Nagar, Patna #BiharElectionspic.twitter.com/iTon66FQsO
બિહારમાં બીજા તબક્કા માટે વોટિંગ થઈ રહ્યું છે. સવારમાં જ ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ પટનામાં મતદાન કર્યું છે. અહીં તેઓએ લોકોને મોટી સંખ્યામાં મતદાન માટેની અપીલ પણ કરી છે.