બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અમેરિકામાં રહેનારા ગુજરાતીઓ સાવધાન! તબાહી મચાવવા આવી રહ્યું છે વાવાઝોડું મિલ્ટન, લાખો લોકોએ કર્યું સ્થળાંતર

એલર્ટ / અમેરિકામાં રહેનારા ગુજરાતીઓ સાવધાન! તબાહી મચાવવા આવી રહ્યું છે વાવાઝોડું મિલ્ટન, લાખો લોકોએ કર્યું સ્થળાંતર

Last Updated: 10:32 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવાઝોડું મિલ્ટન બુધવારે દરિયાકાંઠે ત્રાટકી શકે છે, જેનાથી ફ્લોરિડાના ગીચ વસ્તીવાળા પશ્ચિમ કિનારા પર ખતરો ઉભો થયો છે. યુએસ નેશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું હતું કે પશ્ચિમ-મધ્ય ફ્લોરિડામાં ત્રાટકનાર મિલ્ટન અત્યાર સુધીનું સૌથી વિનાશક વાવાઝોડું હોઈ શકે છે.

અમેરિકા પર 10 દિવસમાં બીજું મોટું સંકટ આવ્યું છે. 10 દિવસમાં બીજી વખત મોટું વાવાઝોડું ત્રાટકવાનું છે. અમેરિકામાં મિલ્ટનને કારણે તબાહી સર્જાવાની આશંકા છે. આ વાવાઝોડું મંગળવારે ફ્લોરિડાના ટેમ્પા ખાડી કિનારા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને જોતા ફ્લોરિડામાં વહીવટીતંત્રે દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. 10 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. વાવાઝોડું હેલેન તબાહી મચાવ્યાના બે અઠવાડિયા કરતાં પણ ઓછા સમય બાદ આ પ્રચંડ વાવાઝોડું આવે છે.

મળતી માહિતી મુજબ વાવાઝોડું મિલ્ટન બુધવારે દરિયાકાંઠે ત્રાટકી શકે છે, જેનાથી ફ્લોરિડાના ગીચ વસ્તીવાળા પશ્ચિમ કિનારા પર ખતરો ઉભો થયો છે. યુએસ નેશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું હતું કે પશ્ચિમ-મધ્ય ફ્લોરિડામાં ત્રાટકનાર મિલ્ટન અત્યાર સુધીનું સૌથી વિનાશક વાવાઝોડું હોઈ શકે છે. ટેમ્પા ખાડીના ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠે 10 થી 15 ફૂટના મોજાંની અપેક્ષા છે. નેશનલ હરિકેન સેન્ટરે તેને સૌથી વિનાશક વાવાઝોડાની કેટેગરી 5માં રાખ્યું છે. આ કેટેગરીમાં જાન-માલનું મોટું નુકસાન થવાનું જોખમ છે.

જો કે સારી વાત એ છ કે ટેમ્પા ખાડી સુધી પહોંચતાં વાવાઝોડું નબળું પડવાની ધારણા છે. આ પછી તે મધ્ય ફ્લોરિડાથી એટલાન્ટિક મહાસાગર તરફ આગળ વધશે. હરિકેન મિલ્ટન હાલમાં મેક્સિકોના અખાતમાંથી પસાર થઈ રહ્યું છે. સોમવારે રાત્રે વાવાઝોડાની ઝડપ લગભગ 285 કિમી પ્રતિ કલાકની હતી. તોફાનના કારણે ફ્લોરિડાની 67 કાઉન્ટીઓમાંથી 51માં ઈમરજન્સી એલર્ટ જારી કરવામાં આવ્યા છે.

ફ્લોરિડામાં દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ પહેલા અમેરિકામાં હેલેન વાવાઝોડું ત્રાટક્યું હતું. આમાં ઓછામાં ઓછા 225 લોકોના મોત થયા હતા. તો બીજી તરફ ફ્લોરિડાના ગવર્નરે લોકોને સુરક્ષિત સ્થળો પર જવા માટે કહ્યું છે. તેમણે લોકોને શક્ય તેટલી વહેલી તકે સલામત સ્થળે ખસી જવા જણાવ્યું છે.

તો બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે ફ્લોરિડામાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદ અને અચાનક પૂર આવી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 ફૂટ ઊંચા મોજા પણ ઉછળી શકે છે.

america10.jpg

પૂરનો ખતરો

આ ચક્રવાતના પગલે 127 થી 254 મીમી કે તેથી વધુ વરસાદની અપેક્ષા છે. જેના કારણે પૂરનો પણ ભય છે. લગભગ 900 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ મોડી પડી છે. લગભગ 700 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. બુધવાર માટે નિર્ધારિત 1,500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બિડેને તેમની જર્મની અને અંગોલાની 10-15 ઓક્ટોબરની યાત્રા મુલતવી રાખી છે.

jo-biden

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ફ્લોરિડામાં હરિકેન મિલ્ટનના આગમન પહેલા જે લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમને વિનંતી કરી છે. બાઈડને કહ્યું કે આ જીવન અને મૃત્યુનો મામલો છે. ફ્લોરિડામાં એક સદી કરતાં પણ વધુ સમયગાળામાં આ સૌથી ખરાબ વાવાઝોડું હોઈ શકે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવું ન થાય, પણ અત્યારે એવું લાગે છે.

strome-3.jpg

મિલ્ટન વાવાઝોડા દરમિયાન 127 થી 254 મીમી અથવા વધુ વરસાદની સંભાવના છે. જેના કારણે પૂર પણ આવી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે ગુરુવારે સવારે 2 થી 6 વાગ્યાની વચ્ચે ભૂસ્ખલનનો ખતરો હોઈ શકે છે. ફ્લોરિડામાં હરિકેન મિલ્ટન પહેલા પણ ઘણા લોકો પ્લાયવુડ લગાવીને પોતાના ઘર અને દુકાનોને સુરક્ષિત કરવામાં વ્યસ્ત છે. હરિકેન મિલ્ટનના ખતરાને જોતા આ વિસ્તારની તમામ સરકારી ઈમારતોમાં સેફ્ટી ગિયર્સ લગાવવામાં આવ્યા છે. તોફાન પહેલા ઘણા લોકોને શેલ્ટર હોમમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેઓ તોફાન સમાપ્ત થાય ત્યાં સુધી રહી શકે છે. આ સમયગાળા દરમિયાન એક સ્ટેડિયમને સંપૂર્ણપણે શેલ્ટર હોમમાં ફેરવી દેવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ પ્રશાસન લોકોને તેમના ઘરે જવા અને સુરક્ષિત રહેવા માટે કહી રહ્યું છે.

વધુ વાંચો : અંતરિક્ષનો આવો નજારો ક્યારેય નહીં જોયો હોય, વીડિયો જોતા જ આંખો ખુલ્લી ને ખુલ્લી રહી જશે

હરિકેન, ચક્રવાત અને ટાયફૂન એક જ વસ્તુ છે. સમગ્ર વિશ્વમાં ચક્રવાતને જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઉત્તર અમેરિકા અને કેરેબિયન ટાપુઓમાં બનેલા ચક્રવાતને વાવાઝોડા કહેવામાં આવે છે, ફિલિપાઇન્સ, જાપાન અને ચીનમાં બનતા ચક્રવાતને ટાયફૂન કહેવામાં આવે છે અને ઓસ્ટ્રેલિયા અને હિંદ મહાસાગરની આસપાસ બનતા તોફાનોને ચક્રવાત કહેવામાં આવે છે. તોફાન એ વાતાવરણમાં એક પ્રકારનો વિક્ષેપ છે, જે ભારે પવન દ્વારા આવે છે અને તેની સાથે વરસાદ, બરફ અથવા કરા પડે છે. જ્યારે તેઓ જમીન પર ઉત્પન્ન થાય છે, ત્યારે તેને સામાન્ય તોફાન કહેવામાં આવે છે, પરંતુ સમુદ્રમાંથી ઉદ્ભવતા વાવાઝોડાને ચક્રવાત કહેવામાં આવે છે. વાવાઝોડા સામાન્ય તોફાનો કરતાં વધુ ખતરનાક હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Milton Hurricane HurricaneMilton
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ