બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Biggest News on Cyclone Biporjoy, Cyclone Biporjoy is 290 km away from Jakhou
Malay
Last Updated: 08:01 AM, 14 June 2023
ADVERTISEMENT
મહાવિનાશક બિપોરજોય વાવાઝોડું સમુદ્રમાં 8 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર પણ વાવાઝોડાને લઈને સતત અપડેટ મેળવી રહી છે. જોકે, તેની કેટેગરી એક્સટ્રિમલી સિવિયર સાઈક્લોનિક સ્ટ્રોમમાંથી વેરી સિવિયર સાઈક્લોનિક સ્ટ્રોમમાં બદલાઈ છે. આ વાવાઝોડાથી કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લા પર ભારે જોખમ ઊભું થયું છે. આ રીતે સાતે સાત જિલ્લાના લાખો લોકો સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
ADVERTISEMENT
વાવાઝોડું દ્વારકાથી 300 કિમી દૂર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કે, બિપોરજોય વાવાઝોડું 15 જૂનના જખૌ બંદરથી પસાર થશે. બિપોરજોય વાવાઝોડું જખૌથી 290 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી 300 કિમી, નલિયાથી 310 કિમી, પોરબંદરથી 350 કિમી, કરાંચીથી 370 કિમી દૂર છે. વાવાઝોડું દરિયા કિનારે ટકરાશે ત્યારે 135 કિમીની ઝડપે પવન ફુંકાશે. બિપોરજોય વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યુ છે.
આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સાથે ફૂંકાશે પવન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે જામનગર, પોરબંદર, મોરબી, ભરૂચ, સુરત, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. જ્યારે આજે દ્વારકા, પોરબંદર, કચ્છ, રાજકોટ, જામનગર, જૂનાગઢમાં ભારે પવન ફૂંકાશે. કેટલીક જગ્યાએ 85 કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે.
24 કલાકમાં 87 તાલુકાઓમાં નોંધાયો વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં સવા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકામાં 3.5 ઈંચ, ઉપલેટામાં પોણા 3 ઈંચ, મેંદરડામાં 2.5 ઈંચ, જામજોધપુરમાં 2.5 ઈંચ, કલ્યાણપુરમાં સવા 2 ઈંચ, પોરબંદરમાં સવા 2 ઈંચ, જૂનાગઢમાં સવા 2 ઈંચ, માંડવીમાં 2 ઈંચ. ખાંભામાં પોણા 2 ઈંચ, લાલપુરમાં પોણા 2 ઈંચ, વંથલીમાં પોણા 2 ઈંચ, સાવરકુંડલામાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.