બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Biggest news about DGP of Gujarat state

મોટા સમાચાર / ગુજરાતને મળશે નવા DGP: ઇન્ચાર્જનો માર્ગ થશે મોકળો, વિકાસ સહાયના નામ પર લાગશે અંતિમ મહોર!

Malay

Last Updated: 12:33 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયને જ પૂર્ણકાલીન ડીજીપી બનાવવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ અંગે 1-2 દિવસમાં જ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.

  • રાજ્યના પોલીસ વડા અંગે સૌથી મોટા સમાચાર 
  • વિકાસ સહાયને જ પૂર્ણકાલીન ડીજીપી બનાવવામાં આવશેઃ સૂત્રો
  • 1-2 દિવસમાં કરવામાં આવશે સત્તાવાર જાહેરાત! 

રાજ્યના પોલીસ વડા અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, 1989 બેચના IPS અધિકારી અને ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયને જ પૂર્ણકાલીન ડીજીપી બનાવવામાં આવશે. આ અંગે 1-2 દિવસમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મહત્વનું છે કે આશિષ ભાટીયા નિવૃત થતાં તેમના સ્થાને વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલીસ વડાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. 

Image

વિકાસ સહાયના નામ પર મારવામાં આવી હતી મહોર 
31 જાન્યુઆરીના રોજ આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ પદ પર કયા અધિકારીને મુકવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ગુજરાતના નવા ડીજીપી તરીકેનો પદભાર કોને મળશે તે માટે વિવિધ ચર્ચાઓ ચાલી હતી. આ રેસમાં સૌથી આગળ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયનું ચાલી રહ્યું હતું. જે બાદ UPSCની મળેલી બેઠકમાં વિકાસ સહાયના નામ પર મહોર મારવામાં આવી હતી. વિકાસ સહાયને રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા હતા. 
  
કોણ છે વિકાસ સહાય?

- વિકાસ સહાય 1989 બેન્ચના છે IPS.
- 1999માં આણંદ SP હતા.
- 2001 થી 2005 સુધી અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં DCP તરીકે ફરજ બજાવી.
- એડિશનલ   CP તરીકે સુરત શહેરમાં ફરજ બજાવી.
- 2009 અને 2010માં CIDમાં આઈજી તરીકે ફરજ બજાવી.
- સરકારના રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રોજેકટ કામ કર્યું છે.
- કરાઈ ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવતા હતા.
- હાલ રાજ્યના. ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત 

સંકળાયેલા મુદ્દાઓ

Biggest news about DGP Gujarat state IPS Vikas Sahay ડીજીપી વિકાસ સહાય મોટા સમાચાર Big News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ