બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Biggest news about Cyclone Biporjoy, A cyclone may pass over Gujarat on this date
Priyakant
Last Updated: 04:55 PM, 5 June 2023
ADVERTISEMENT
ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવે આ વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંઠે નહી ટકરાય. વિગતો મુજબ આ વાવાઝોડુ બિપોરજોય પાકિસ્તાન બાજુ ફંટાશે. જેને લઈ હાલની સ્થિતિએ વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, આગામી 10 જૂન ગુજરાત પાસેથી આ વાવાઝોડુ પસાર થશે અને 12 જૂનના પાકિસ્તાનમાં વાવાઝોડુ ટકરાશે.
ADVERTISEMENT
ગુજરાતમાં આજે વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાત પર હવે બિપોરજોય નામના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનીક સિસ્ટમ બનશે જેની અસર આવતીકાલથી ગુજરાત પર જોવા મળશે. જેને કારણે હવે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે.
બિપોરજોય બોલાવશે બઘડાટી?#Ahmedabad #RainInGujarat #RainInAhmedabad #biporjoycyclone #VTVGujarati #VTVCard pic.twitter.com/yHLme6PhMJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 4, 2023
રાજ્યમાં વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનીક સિસ્ટમ બનશે. આ સાયક્લોનને બિપોરજોય નામ અપાયુ છે. ગુજરાતમાં આવતીકાલથી આ ચક્રવાતની અસર જોવા મળશે. જેને લઈ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વચ્ચે માછીમારોને દરિયા ન ખેડવા સૂચના અપાઈ છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પલટો આવ્યો છે. આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં એકદમ ઠંકક ફેલાઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT