બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રોકાણકારો રૂપિયા તૈયાર રાખો! આવશે 25000 કરોડનો IPO, આ તારીખ નોટ કરી લેજો

ફાયદાની વાત / રોકાણકારો રૂપિયા તૈયાર રાખો! આવશે 25000 કરોડનો IPO, આ તારીખ નોટ કરી લેજો

Last Updated: 07:28 PM, 4 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO આવવા માટે તૈયાર છે. Hyundai Motors India નો IPOઓ લોન્ચ થતાની સાથે જ LIC IPOનો રેકોર્ડ તૂટી જશે.

વર્ષ 2024 IPO માર્કેટ માટે શાનદાર સાબિત થઈ રહ્યો છે.  મોટી કંપનીઓ  સતત ઈન્વેસ્ટરોને કમાણી કરવી રહી છે અને હવે દેશના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO આવવા માટે તૈયાર છે. આશા છે કે દિવાળી પહેલા Hyundai Motors India 25000 કરોડ રૂપિયાના IPO ની જાહેરાત કરી શકે છે.

IPO

14 ઓક્ટોબરમાં લોન્ચ કરી શકે છે IPO

જો તમે IPOમાં ઇન્વેસ્ટ કરતાં હોય તો તમારા માટે ઓક્ટોબર મહિનામાં એક ગોલ્ડન ચાન્સ મળવા જઈ રહ્યો છે.  રિપોર્ટ્સ અનુસાર Hyundai પોતાનો 25000 કરોડનો IPO આ દિવાળી પહેલા 14 ઓક્ટોબરે લોન્ચ કરી શકે છે. દક્ષિણ કોરિયાની કંપની ભારતીય યુનિટ Hyundai Motors India Ltdનો આ IPO લોન્ચ થતાં જ LICનો રેકોર્ડ તૂટી જશે.      

ipo_3_1

LIC થી પણ મોટો રહેશે Hyundai ઇશ્યૂ

અત્યાર સુધી દેશના સૌથી મોટા IPO નો રેકોર્ડ LICના નામે છે. LIC IPO ની સાઇઝ 21000 કરોડ રૂપિયા હતી, પરંતુ ઓક્ટોબર મહિનામાં આ રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે અને Hyundai IPOની કિંમત આના કરતાં 4000 કરોડ રૂપિયા હશે. ગત જૂન મહિનામાં કંપનીએ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ(DRHP)એ ફાઈલ કર્યો હતો અને તેમાં Hyundai Motors India એ IPO હેઠળ 1,42,194,700 ઈક્વિટી શેરના વેચાણની માહિતી આપી હતી.

PROMOTIONAL 12

કંપની નવા શેયર જાહેર કરશે નહીં

રિપોર્ટ્સ અનુસાર, SEBI ની પાસે જમા કરાવેલા DRHP પ્રમાણે Hyundai Motor મોટર્સ નહીં જાહેર કરે. સાઉથ કોરિયાઇ  કંપની સંપૂર્ણ માલિકીનો એક ભાગ 'ઓફર ફોર સેલ' ના માધ્યમથી રિટેલ અને અન્ય ઈન્વેસ્ટરોને વેચાશે, એટલે Hyundai Motor નો IPO સંપૂર્ણ પણે OFS ઇશ્યૂ થશે. આ હેઠળ પ્રમોટર્સ 10 રૂપિયાના ફેસ વેલ્યુ પર શેયરનું વેચાણ કરશે.

2003 પછી આવશે કોઈ ઓટો કંપનીનો IPO

પેસેન્જર વ્હીકલ સેલ્સ વોલ્યુમના આધારે Hyundai Motor India કંપની વર્ષ 2024માં મારુતિ સુઝુકી પછી દેશની બીજી સૌથી મોટી કંપની છે. મારુતિ સુઝુકીનો માર્કેટ કેપ 48 આરબ ડોલરની આસપાસ છે. મારુતિનો IPO 2003માં આવ્યો હતો. એવામાં 21 વર્ષ બાદ ભારતમાં કોઈ ઓટો મેકર કંપનીનો IPO આવી રહ્યો છે. આ IPO ના માધ્યમથી Hyundai Motor India 18 થી 20 આરબ ડોલર વચ્ચે વેલ્યુએશન હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે.

વધુ વાંચો : ITBPમાં નોકરી કરવાનો ગોલ્ડન ચાન્સ, આ તારીખ પહેલા કરો ફટાફટ એપ્લાય, સેલરી 70 હજારને નજીક

17.5% ભાગીદારીમાં વેચી શકે છે કંપની

અમેરિકા અને સાઉથ કોરિયા પછી Hyundai ભારતમાં સૌથી વધારે રેવન્યુ બનાવે છે. IPO લાવીને આ કંપની કેપિટલાઈઝેશન વધારી શકે છે. DHRP અનુસાર Hyundai Motor India Ltd પોતાની ભાગીદારીના 17.5 ટકા વેચી શકે છે. SEBI ના અપ્રુવલ બાદ હવે કંપની Hyundai IPO ના પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો શેયર કરી શકે છે.    

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO Stock Market Hyundai IPO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ