બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત પોલીસના કર્મચારીની બદલી માટે સૌથી મોટો નિર્ણય, તમામ સત્તા હવે DGPના જ હાથમાં
Last Updated: 09:03 PM, 11 June 2024
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસનાં કર્મચારીઓ તથા અધિકારીઓની બદલી માટેનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પોલીસની આંતરિક જીલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી છે. આંતરિક જીલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ રહેશે. તેમજ એક રેંજ માં આંતરિક બદલીઓ અગાઉ રેંજ આઈજીને સોંપાઈ હતી. તે તમામ બદલીઓ માટેનાં અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ્દ થયા છે. તેમજ રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશ્નરો, જીલ્લા પોલીસ વડાઓ તથા રેંજ આઈજી સહિતનાં અધિકારીઓને જાણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.