બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Bigg Boss OTT 3 Finale આ દિવસે યોજાશે, વિનરને મળશે લાખો રૂપિયા
Last Updated: 05:57 PM, 16 July 2024
બિગ બોસ ઓટીટી 3ના શોને એક્સટેન્શન મળ્યું છે. મતલબ કે, આ શોની ફાયનલ 40 દિવસ બાદ 28 જુલાઈના રોજ યોજાવાની હતી તે હવે ઓગષ્ટમાં યોજાશે. અત્યારે બિગ બોસ ઓટીટી 3ના ફાયનલની તારીખ સામે આવી ચૂકી છે. આવો જાણીએ તેની ફાયનલ ડેટ, પ્રાઈઝ મની અને કન્ટેસ્ટન્ટ વિશે.
ADVERTISEMENT
બિગ બોસના ટ્વીટર એકાઉન્ટમાં આ વિશે જાણકારી શેર કરવામાં આવી છે. જેમાં અનિલ કપૂરના આ શોને 1 અઠવાડિયાનું એક્સટેન્શન મળ્યું છે. મતલબ કે બિગ બોસની ગ્રાન્ડ ફાયનલ 28 જુલાઈની જગ્યાએ 4 ઓગસ્ટે યોજાશે. આથી કન્ટેસ્ટન્ટને ખુદને સાબીત કરવાનો વધુ મોકો મળશે. મતલબ કે હવે તમામ કન્ટેસ્ટન્ટ પાસે થોડો જ સમય વધ્યો છે.
🚨 #BiggBossOTT3 is likely to get only a one-week extension and the FINALE is likely to happen on 4th Aug.
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) July 16, 2024
ADVERTISEMENT
બિગ બોસ ઓટીટી 3ની શરૂઆત 21 જૂનના રોજ થઈ હતી. તે વખતે 17 કન્ટેસ્ટન્ટ બિગ બોસના ઘરમાં આવ્યા હતા. તેમાંથી 5 કન્ટેસ્ટન્ટ એલિમિનેટ થઇ ગયા છે. મતલબ કે હવે વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ અદનાન શેખને મળી કુલ 13 કન્ટેસ્ટન્ટ ટ્રોફી જીતવા માટેના દાવેદાર વધ્યા છે.
એક રિપોર્ટ મુજબ બિગ બોસ ઓટીટી 3ના વિજેતાની પ્રાઇઝ મની બિગ બોસ ઓટીટી 2ની માફક 25 લાખ રૂપિયા મળશે. આ રોકડ રકમ સિવાય વિજેતાને બિગ બોસની ટ્રોફી સહિત કાર કે બીજું કોઈ ઈનામ પણ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
India's Got Latent / 'હું ડરેલો છું.. ભાગી રહ્યો નથી...' વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયાએ શેર કરી પોસ્ટ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.