બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / બિગ બોસ 18માં નવી હસીનાની થશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી! દેખાવમાં છે રૂપ રૂપનો અંબાર
Last Updated: 11:46 PM, 2 December 2024
છેલ્લા અમુક દિવસો પહેલા 'ફેબુલસ લાઇવ્સ વર્સીસ બોલીવુડ વાઈવ્સ' ની હસીનાઓ ખૂબ ચર્ચામાં રહી છે. આ હસીનાઓમાં અરબપતિ બિઝનેસમેન સંજય પાસીની પત્ની શાલિની પાસી પણ હતી. શાલિની પાસીને લઈને સોશિયલ મીડિયા, ગોસિપ ટાઉન એટલું જ નહીં ખબરોની બજારમાં પણ ખૂબ ચર્ચા થઈ હતી. આ દરમિયાન શાલિની પાસી એક વાર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે . હવે તમે વિચારતા હશો કે હવે કેમ શાલિની પાસી ચર્ચામાં છે? તો ચાલો જાણીએ..
ADVERTISEMENT
ADVERTISEMENT
બિગ બોસ 18 માં ફરી થશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી
મળતી માહિતી પ્રમાણે શાલિની પાસી હવે સલમાન ખાનના શો બિગ બોસ 18 માં આવી રહી છે. હવે બીજી એક વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવા જઈ રહી છે અને આ વખતે શોમાં વાઇલ્ડ કાર્ડથી શાલિની પાસી જોવા મળશે. શાલિની પાસી જો સલમાન ખાનના શો માં જોવા મળી છે, તો સ્વાભાવિક છે કે શોના ઘરનો માહોલ બદલાઈ જશે.
ADVERTISEMENT
🚨 New Wild Card Entrants:
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) December 2, 2024
As per a report, Shalini Passi is to enter the Bigg Boss 18 house as Wild Card. pic.twitter.com/eoTPlCiy8b
કોણ છે શાલિની પાસી?
ADVERTISEMENT
ઘણા લોકોના મનમાં સવાલ હશે કે કોઈ છે શાલિની પાસી? તો જણાવી દઈએ કે શાલિની પાસી અરબપતિ બિઝનેસમેન સંજય પાસીની પત્ની છે. શાલિનીને સ્કુબા ડાઇવિંગ, મ્યુઝિક, ફેશન, તીરંદાજી, ડાન્સિંગ અને શૂટિંગનો શોખ છે. શાલિની દિલ્લીની રહેવાસી છે. એટલું જ નહીં શાલિની એક ફોર્મર સ્ટેટ લેવલ જિમ્નાસ્ટ પણ છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ડિસેમ્બર રહેશે મનોરંજનથી ભરપૂર, OTT પર એક બે નહીં 5 ફિલ્મો/સીરિઝ ધૂમ મચાવવા તૈયાર
શોમાં થઈ છે ત્રણ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી
ADVERTISEMENT
જણાવી દઈએ કે તાજેતરમાં જ બિગ બોસ 18 માં ત્રણ હસીનાઓની એન્ટ્રી થઈ છે, જેમાં એડિન રોઝ, અદિતી મિસ્ત્રી અને યામિની મલ્હોત્રા સામેલ છે. જ્યારથી આ ત્રણેય શોમાં આવી છે, ત્યારથી શોનો માહોલ બદલી ગયો છે. જોકે હવે જોવાનું એ રહેશે કે શું શાલિની પાસી શોમાં આવે છે અને જો શોમાં આવે છે તો શોનો માહોલ કેવી રીતે બદલાશે. જાણવી દઈએ કે શાલિની પાસીની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી સંબંધિત અપડેટ BiggBoss_Tak એ શેયર કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.