બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / બિગ બોસ 18માં દેખાશે કન્ટેસ્ટન્ટનું ભવિષ્ય, હવે નવા ટ્વિસ્ટ સાથે શૉ કરી રહ્યો છે વાપસી
Last Updated: 04:19 PM, 17 September 2024
રિયાલિટી શો બિગ બોસ પોતાની 18મી સીઝનની સાથે એક વખત ફરી નાના પડદા પર ધૂમ મચાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મેકર્સે પોતાની કમર કસી લીધી છે અને તેની ઉલ્ટી ગણતરી પણ શરૂ થઈ ગઈ છે. સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોમાં આ વખતે ઘણા મેગા ટ્વિસ્ટ હશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સલમાન ખાનની વાપસી
બિગ બોસ 18નું પહેલુ ટીઝર પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. સોમવારે રાત્રે કલર્સ ટીવી દ્વારા શેર કરવામાં આવેલા ટીઝરની નવી થીમથી પડદો ઉઠી ગયો છે. આવખતે પણ ખૂબ ડ્રામા અને રોમાંસ જોવા મળશે. રિયાલિટી શોનું પ્રીમિયર ઓક્ટોબરમાં થવાની આશા છે. ટીઝરે બિગ બોસ 18 માટે હોસ્ટના રૂમાં સલમાન ખાનની વાપસીની પુષ્ટિ કરી છે. તેની સાથે જ જણાવ્યું છે કે આ વખતે 'ટાઈમ કા તાંડવ' થીમ હશે.
શું હશે શોની નવી થીમ?
કલર્સ ટીવીએ પ્રોમો શેર કર્યો છે જેમાં સલમાનનો અવાજ છે બિગ બોસ દેખેંગે ઘરવાલો કા ભવિષ્ય. અબ હોગા ટાઈમ કા તાંડવ કેપ્શનમાં લખ્યું છે, " એન્ટરટેઈનમેન્ટની ઈચ્છા થશે પુરી જ્યારે ટાઈમ કા તાંડવ લઈને આવશે બિગ બોસમાં એક નવો ટ્વિસ્ટ. શું તમે સીઝન 18 માટે તૈયાર છો? જુઓ બિગ બોસ 18 ટૂંક સમયમાં કલર્સ અને જીયો સિનેમા પર."
વધુ વાંચો: શું તમે પણ થઇ રહ્યાં છો OTP ફ્રોડનો શિકાર, તો ચેતી જજો! સરકારી એજન્સીએ આપી આ સેફ્ટી ટિપ્સ
તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ સીઝનમાં કન્ટેસ્ટન્ટનું ભવિષ્ય બિગ બોસના હાથમાં હશે. સાથે જ સમયની કિંમત પણ લોકોને સારી રીતે ખબર પડી જશે. હાલ કંઈ સ્પષ્ટ નથી પરંતુ અટકળોનો દોર શરૂ થઈ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.