બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / બિગ બોસ 18 માટે સલમાન ખાને કેટલી ફી ચાર્જ કરી? દબંગ આંકડો સાંભળી આવશે ચક્કર
Last Updated: 07:34 PM, 6 October 2024
સલમાન ખાનનો ફેમસ રિયાલિટી શો બિગ બોસ 18 જલ્દી દર્શકો વચ્ચે આવી રહ્યો છે. આજે 6 ઓક્ટોબરે શોનું ગ્રાન્ડ પ્રીમિયર થવાનું છે. જેને લઈને ફેન્સમાં ખૂબ જ એક્સાઈટમેન્ટ છે. દરેક વખતની જેમ જ આ વખતે પણ સલમાન ખાન જ હોસ્ટના રૂપે જોવા મળશે. સલમાન ખાન આમ તો ફિલ્મોમાં પોતાનો જલવો દેખાડતા હોય છે પરંતુ ટીવી પર પણ 'સ્વેગ' બતાવતા હોય છે. તો ચાલો જાણીએ કે સલમાન ખાન આના માટે કેટલી ફિ ચાર્જ કરે છે?
ADVERTISEMENT
બિગ બોસ 18 માટે સલમાન ખાને કેટલી ફી લીધી?
બિગ બોસના હોસ્ટ સલમાન ખાન છે તો સ્વાભાવિક છે કે તેના માટે મેકર્સે મોટી રકમ ખર્ચ કરી હશે. રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાને વખતે બિગ બોસ 18ની મેજબાની માટે દર મહિને 60 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
ADVERTISEMENT
સૌથી વધારે ફી લેતા સ્ટાર
આ સાથે સલમાન ખાન હોસ્ટ તરીકે સૌથી વધારે ફી લેતા સ્ટાર બન્યા છે. આ લિસ્ટમાં સૌથી ઉપર સલમાન ખાન છે. નોંધનીય છે કે સલમાન ખાને બિગ બોસ 17ના એક એપિસોડ માટે 12 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. એવામાં સ્વાભાવિક છે કે સલમાન ખાન પણ પોતાની ફી વધારે છે.
ક્યારે અને કયા આવસે બિગ બોસ 18?
સલમાન ખાનનો શો બિગ બોસ 18 આજે જ થવા જઈ રહ્યો છે. શોનું ગ્રાન્ડ પ્રીમિયર રાત્રે 9 વાગ્યે કલર્સ એન જિયો સિનેમા પર થશે. શો માટે ફેન્સ ખૂબ એક્સાઈટેડ છે કારણ કે આ વખતે શોમાં ઘણી યુનિક ચીજો જોવા મળશે. સોશિયલ મીડિયા પર પણ શોને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે.
વધુ વાંચો : ITBPમાં નોકરી કરવાનો ગોલ્ડન ચાન્સ, આ તારીખ પહેલા કરો ફટાફટ એપ્લાય, સેલરી 70 હજારને નજીક
કન્ટેસ્ટન્ટની લિસ્ટ
આ વખતે શોમાં આવનાર કન્ટેસ્ટન્ટની લિસ્ટમાં વિવિયન ડીસેના, એશા સિંહ, કરણવીર મહેરા, નાયરા બેનરજી, મુસ્કાન બામને, એલિસ કૌશિક, ચાહત પાંડે, શિલ્પા શિરોડકર, એડવોકેટ ગુણરત્ન સદાવર્તે, રજત દલાલ, તનજિન્દર સિંહ બગ્ગા, ચૂમ દરંગ, શહેઝાદા ધામી, અવિનાશ મિશ્રા અને પત્ની અરફેન ખાન ખાન, હેમા શર્મા અને શ્રુતિકા અર્જુનના નામ બહાર આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.