બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / AAP મહિલા નેતા બિગ બોસમાં લેશે એન્ટ્રી? રૂપ પાછળ યુવાધન ઘેલું, નામ સાંભળી જ ભલભલાની બોલતી બંધ
4 ફોટો ગેલેરી
Last Updated: 10:14 PM, 18 September 2024
1/4
Bigg Boss 18 Chahat Pandey : સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 18 ના પ્રસારણમાં માત્ર થોડા દિવસો જ બાકી છે. 'બિગ બોસ 18'ના પ્રોમો દ્વારા આ ઉત્તેજના વધુ બમણી થઈ ગઈ છે. આ પ્રોમોથી સ્પષ્ટ છે કે, આ વખતે 'બિગ બોસ' ઘરના સભ્યોના ભવિષ્ય પર ચાંપતી નજર રાખશે. આ દરમિયાન કેટલાક સ્પર્ધકોના વધુ નામ સામે આવ્યા છે. જો અહેવાલોનું માનીએ તો AAPની દમોહ વિધાનસભા ચૂંટણી સીટ પરથી હારી ગયેલી ટીવી અભિનેત્રી આ વખતે 'બિગ બોસ 18'નો ભાગ બનવા જઈ રહી છે.
2/4
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મધ્યપ્રદેશની દમોહ સીટથી વિધાનસભા ચૂંટણી લડનાર ચાહત પાંડે આ વખતે સલમાન ખાનના શોનો ભાગ બની શકે છે ખાસ વાત એ છે કે, તે આ સીટ પરથી ચૂંટણી હારી છે. જો કે ચૂંટણી દરમિયાન તેની સુંદરતાની ઘણી ચર્ચાઓ થઈ હતી. ચાહત પાંડે હાલમાં દંગલ ટીવીના શો 'નાથ કૃષ્ણ ઔર ગૌરી કી કહાની'માં જોવા મળે છે. આ શોમાં તે પોતાની એક્ટિંગથી લોકોને ખૂબ પ્રભાવિત કરી રહી છે.
3/4
4/4
બિગ બોસ 18ની તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ શો 5 ઓક્ટોબરથી ઓન એર થઈ શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો નિયા શર્માના શોમાં આવવાની વાત કન્ફર્મ થઈ ગઈ છે. આ સિવાય ધીરજ ધૂપર અને શોએબ ઈબ્રાહિમના શોમાં આવવાના સમાચાર પણ કન્ફર્મ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ