બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બિગ બોસ 18માં સપ્તાહની અધવચ્ચે તગડી સ્પર્ધક ઘરની બહાર, ફાઈનલમાં જવાનું સપનું ચકનાચૂર
Last Updated: 10:52 AM, 9 January 2025
બિગ બોસ 18 ના ફિનાલેમાં હવે થોડા જ દિવસો બાકી છે. આ પહેલા, શોમાં ફિનાલે જીતવા માટેની રેસ શરૂ થઈ ગઈ છે. વિવિયન ડીસેના અને ચુમ દારંગ ટિકિટ ટુ ફિનાલેની રેસમાં ભાગ લેતા જોવા મળશે. આ અઠવાડિયે નોમિનેટ થયેલા કન્ટેસ્ટંટ - રજત દલાલ, ચાહત પાંડે અને શ્રુતિકા અર્જુનમાંથી કોઈ એકનું મિડ વીક એક્વિક્શનમાં પત્તું કપાઈ જશે.
ADVERTISEMENT
🚨 Shrutika Arjun has been EVICTED from Bigg Boss 18 house in Mid week eviction.
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) January 8, 2025
There is going to be another eviction in Weekend Ka Vaar.
દરમિયાન, એવી માહિતી સામે આવી છે કે બિગ બોસ 18 ના ફિનાલે તરફ આગળ વધી રહેલા 9 કન્ટેસ્ટંટમાંથી, એક કન્ટેસ્ટંટ અઠવાડિયાની વચ્ચે જ બહાર થઈ ગયો છે. આ બીજું કોઈ નહીં પણ અભિનેત્રી શ્રુતિકા અર્જુન છે. અહેવાલો અનુસાર, રજત દલાલ અને ચાહત પાંડે કરતા શ્રુતિકા અર્જુનને ઓછા વોટ મળ્યા છે, જેના કારણે તેને શોમાંથી બહાર કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
Tomorrow Promo - Ticket to Finale Contendership Task - Chum (with support of Karanveer) and Vivian won the task.pic.twitter.com/ClPOmNbplz
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) January 7, 2025
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અઠવાડિયે ડબલ કે ટ્રિપલ એવિકશન જોવા મળી શકે છે. જોકે, કોણ એક્વિટ થશે એ જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે. તાજેતરના એપિસોડ મુજબ, વિવિયન ડીસેના અને અવિનાશ મિશ્રાએ તેમની ગેમને આગળ વધારતા ટિકિટ ટુ ફિનાલે કન્ટેસ્ટંટ બનવા માટે જગ્યા બનાવી. જ્યારે કરણવીર મહેરા ચુમ દારંગ માટે રમતા જોવા મળ્યા.
આ પણ વાંચો: સોનું સુદે ચાહકો આપી ખુશખબર, રીલીઝના દિવસે માત્ર 99 રૂપિયામાં જોઈ શકશો 'ફતેહ'
અવિનાશ મિશ્રાએ જાણી જોઈને કરણવીરને રોક્યો, જેના કારણે વિવિયનને તે રાઉન્ડમાં જીત મળી. આ પછી બંને વચ્ચે મામલો ઉકેલાઈ ગયો. પરંતુ વર્કઆઉટ દરમિયાન, કરણે અવિનાશને પૂછ્યું કે શું તે પોતાના માટે રમી રહ્યો હતો કે વિવિયનને વિજેતા બનાવવા માટે. આના પર, ત્યાં હાજર શ્રુતિકા અર્જુને પણ વચ્ચે પડીને કહ્યું કે કરણ એક નેરેટિવ સેટ કરી રહ્યો છે. આના કારણે, કરણને ગુસ્સો આવે છે અને તે શ્રુતિકાને ફેંસ સિટર કહી નાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT