બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / રજત દલાલને સપોર્ટ કરનાર એલ્વિશ યાદવની મીડિયા સાથે થઇ ગઇ ગરમાગરમી, આપ્યું ચોંકાવનારું નિવેદન

ટેલિવિઝન / રજત દલાલને સપોર્ટ કરનાર એલ્વિશ યાદવની મીડિયા સાથે થઇ ગઇ ગરમાગરમી, આપ્યું ચોંકાવનારું નિવેદન

Last Updated: 08:42 AM, 18 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બોસનું ગ્રાન્ડ ફિનાલે આવતીકાલે એટલે કે 19 જાન્યુઆરીએ યોજાશે, આવતીકાલે બિગબોસ18નો વિનર મળી જશે તેરે ફિનાલે પહેલા એકવાર ફરી ઘરમાં મીડિયા રાઉન્ડ થશે. આ વખતે મીડિયા રાઉન્ડમાં ઘરવાળાઓ નહીં પરંતુ ઘરવાળાના સમર્થકો મીડિયાથી વાત કરશે. ત્યારે મીડિયા એપિસોડમાં રજત દલાલને સપોર્ટ કરવા માટે એલ્વિશ યાદવ આવશે.

બોગ બોસ 18માં હજુ એક મીડિયા રાઉન્ડ થવાનો છે તેનો પ્રોમો સામે આવ્યો છે. પ્રોમોમાં રજત દલાલના સમર્થક તરીકે આવેલા એલ્વિશ યાદવ અને મીડિયા વચ્ચે તણખા જર્યા હતા. 19 જાન્યુઆરી રવિવારે બિગબોસ 18 નો ફિનાલે યોજાશે અને વિનર જાહેર થશે.

મીડિયા અને એલ્વિશ યાદવ

પ્રોમોમાં, મીડિયા અવિનાશ, ઈશા અને રજતના સમર્થકો સાથે વાત કરતા જોવા મળે છે. રજત દલાલના સમર્થનમાં એલ્વિશ યાદવ છે. મીડિયાનો પ્રશ્ન એ છે કે શું તમે રજતને ટેકો આપી રહ્યા છો. તેણે મીડિયા સામે કહ્યું કે, "હું મીડિયા કે વીડિયોમાં માનતો નથી. હું આક્રમક છું. જો તમે રજતને ટેકો આપો અને તેને જીતાડો" વધુમાં મીડિયાના પ્રશ્ન પર એલ્વિશ કહે છે કે, "આ એક રિયાલિટી શો છે. અંહિયા માણસ જેવો છે એવો જ બતાવશે, મીડિયાના અભિપ્રાયથી મારી મિત્રતા બદલાશે નહીં. તે મારો મિત્ર છે, હું તેને ખુલ્લેઆમ ટેકો આપવા આવ્યો છું."

એલ્વિશના ફોલોવર્સ પર ઉઠ્યો પ્રશ્ન

મીડિયામાંથી પ્રશ્ન આવે છે કે આ શો પર્સનાલિટીનો શો છે જેના ફોલોવર્સ વધારે હોય તે જ શો જીતી શકે છે. આના પર યાદવે કહ્યું કે, મારા ફોલોવર્સ છે તો એ કઈ દાનમાં નથી આવ્યા. અન્ય પર મીડિયાએ પૂછ્યું કે અન્ય સમર્થકો મીટઅપ નથી કરવી રહ્યા તો તમે કરવી રહ્યા છો જેના પર એલ્વિશે કહ્યું કે એ લોકોને કરાવવું હોય તો એ લોકો પણ કરવી શકે છે.

વધુ વાંચો: પરફેક્ટ વિક એન્ડ પ્લાન તૈયાર, જોવો આ નવી મૂવીઝ-વેબ સિરીઝ

એલ્વિશને કર્યો બૉયકોટ

એલ્વિશ મીડિયા પર ફક્ત કરણવીર મહેરાને ટેકો આપવાનો દઇશ મૂકશે અને તેના આ ગેરવર્તણૂકને કારણે એક વરિષ્ઠ પત્રકાર એલ્વિશનો બહિષ્કાર કરવાનું નક્કી કરશે અને મીડિયા તેને કોઈ પ્રશ્નો પૂછશે નહીં. અંતે એલ્વિશને એક પ્રશ્ન પૂછવામાં આવશે કે તે મીડિયાને કેમ દોષ આપી રહ્યો છે. જેના પર એલ્વિશ સ્પષ્ટતા આપશે કે તેણે મીડિયા સામે આરોપો લગાવ્યા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BiggBoss 18 Grand Finale Elvish Yadav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ