બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:38 PM, 13 December 2024
હવે દરરોજ બિગ બોસ 18 વધારે મજેદાર થતો જાય છે. હવે દરેક વ્યક્તિ ઘરમાં ટકી રહેવા માટે પોતાના અસલી રંગ બતાવી રહ્યું છે. બિગ બોસ 18 માં તો બિગ બોસ પોતે પણ એક અલગ જ જેમ રમી રહ્યા છે. પ્રોમોમાં એવું કન્ફ્યુઝન બતાવ્યું છે કે આગળ શું થશે એ ખબર નથી પડી રહી ત્યારે ઈશાના રડવાં પાછળની હકીકત કઈક અલગ જ નીકળી.
ADVERTISEMENT
પ્રોમોમાં શું બતાવ્યું ?
ADVERTISEMENT
Eisha ko Avinash ke unfair decision se laga bura, kya ab ho jaayenge yeh juda?
— Bigg Boss (@BiggBoss) December 12, 2024
Dekhiye #BiggBoss18, Mon-Fri raat 10 baje aur Sat-Sun 9:30 baje, sirf #Colors aur @JioCinema par.@bellavita_org #Vaseline @Parle2020cookie #ChingsSecret #Harpic #GoCheese#BiggBoss18 #BiggBoss… pic.twitter.com/ezd5Oh5TpH
જે દિવસે પ્રોમો આવ્યા એમાં બતાવ્યું હતું કે ઈશા સિંઘ જોર-જોરથી રડી રહી છે અને તેની પાછળનું કારણ અવિનાશ મિશ્રા છે. જો કે એવું દર્શાવવામાં આવ્યું હતું કે ઈશા તેના મિત્ર વિવિયનને નોમિનેશનથી બચાવવા માટે એક ફોટો ટાસ્કમાં એક ફોટો લે છે અને અવિનાશ જે આ વખતે ટાઈમ ગોડ છે તેને આપે છે, પરંતુ અવિનાશ વિવિયનના ફોટોને પાણીમાં ફેંકી દે છે જેથી એવું લાગે કે તે વિવિયનને દગો આપી રહ્યો છે.
શું હતું ઈશાના રડવાનું કારણ ?
પ્રોમોમાં એવું લાગે કે તે ફોટોના લીધે રહી રહી હતી, પરંતુ એવું નહોતું. ઈશા એટલા માટે રડી રહી હતી કારણકે તેને તેના ઘર અને મમ્મીની યાદ આવી રહી હતી. તેને કહ્યું કે, "હું એવી છોકરી નથી, જેવી મને બધા સમજી રહ્યા છે. ઘરમાં તે એવી ભાષાનો પ્રયોગ કરે છે જે તેણે ક્યારેય પહેલા કર્યો નથી અને હું હવે પહેલા જેવી નથી રહી, બદલાઈ ગઈ છું" આમ કહીને તે અવિનાશને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે.
વધુ વાંચો: શનાયા કપૂર અને વિક્રાંત મેસી કરી રહ્યા હતા શૂટિંગ, અચાનક જ આવી ચઢેલા દીપડાએ કર્યો એટેક
અવિનાશે કરી ઈશાને શાંત
વિડિયોમાં જોઈ શકાય છે કે ઈશા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે અને અવિનાશ તેને શાંત કરવાની કોશિશ કરી રહ્યો છે. તે કહે છે કે આ બિગ બોસનું ઘર છે અંહિયા આ સામાન્ય વાત છે. મારી જ વાત કરું તો મને એંગ્રી કન્ટેસ્ટટન્ટનું ટેગ આપ્યું છે પરંતુ હૂં સહેજ પણ એવો નથી. પણ ઈશાને કોણ સમજાવી શકે એ બસ રડતી જ રહી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT