બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બિગ બોસ 17 ફેમ અભિનેત્રીને આવ્યો પૈનિક એટેક, હોસ્પિટલના ખાટલેથી વીડિયો કર્યો જાહેર

મેડિકલ હેલ્પ / બિગ બોસ 17 ફેમ અભિનેત્રીને આવ્યો પૈનિક એટેક, હોસ્પિટલના ખાટલેથી વીડિયો કર્યો જાહેર

Last Updated: 10:05 AM, 23 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી અને મોડલ સોનિયા બંસલને પેનિક એટેક આવ્યા બાદ હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર સોનિયા છેલ્લા ચાર મહિનાથી પેનિક એટેક જેવી સમસ્યાનો સામનો કરી રહી છે.

'બિગ બોસ સીઝન 17' ફેમ અને મોડલ સોનિયા બંસલ હાલ હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલના બેડ પર પડેલા તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પેનિક અટેક બાદ તે દર્દથી પીડાઈ રહી છે. તેની પણ એ જ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યાં હિના ખાન કેન્સરની સારવાર લઈ રહી છે.

સોનિયાને રવિવાર 22 જુલાઇના રોજ તેને પેનિક એટેક આવ્યો હતો. એક એવોર્ડ શોમાં હાજરી આપ્યા પછી તેની તબિયત થોડી લથડી હતી જે બાદ તેને હોસ્પીટલ લઇ જવામાં આવી હતી. રીપોર્ટ અનુસાર સોનિયાને છેલ્લા કેટલાક સમયથી પેનિક અટેક આવી રહ્યા છે અને સોનિયા છેલ્લા થોડા મહિનાઓથી મેન્ટલ હેલ્થ સાથેની ઘણી સમસ્યાઓથી ઝઝૂમી રહી હતી.

રીપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અ વખતે પણ સોનિયાને પેનિક અટેકને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સાથે જ એમ પણ જણાવ્યું છે કે સોનિયાની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી સારી નથી અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે તે છેલ્લા ચાર મહિનાથી પેનિક એટેક જેવી સમસ્યાનો સામનો કરી રહી છે. જો કે, સોનિયા હિંમત રાખીને મોટીવેટેડ રહે છે અને તેમાંથી બહાર આવવા માટે લડી રહી છે.

PROMOTIONAL 12

જણાવી દઈએ કે સોનિયા બંસલે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે પોતાના કરિયરની શરૂઆત 'ગેમ 100 કા'થી કરી હતી. સોનિયાએ રાહુલ રોય, શક્તિ કપૂર, વિશાલ મોહન અને પંકજ બેરી જેવા કલાકારો સાથે કામ કર્યું છે. તેણે ફિલ્મ 'નૉડી ગેંગ'માં પણ કામ કર્યું છે. તે વેબ સિરીઝ 'શૂરવીર'માં પણ જોવા મળી છે અને આ સિવાય તેણીએ અન્ય પ્રોજેક્ટ પણ કર્યા છે.

વધુ વાંચો: સારા અલી ખાને શોર્ટ પિંક ડ્રેસ પહેરી બેડમાં કરાવ્યું ફોટો શૂટ, ચાહકો થયા પાગલ

પેનિક અટેક શું હોય છે?

પેનિક અટેક એ કોઈ વસ્તુનો અચાનક ડર છે અને તે આવવા પાછળ હંમેશા નક્કર કારણ હોવું જરૂરી નથી. ક્યારેક ઓવર થિંકર્સ પણ પેનિક અટેકનો શિકાર બને છે. આ પેનિક અટેક લાંબા સમય સુધી નથી રહેતા પરંતુ જેટલા સમય સુધી આવે છે એટલો સમય ઘણો ખતરનાક બની શકે છે. આ અટેક આવવા પાછળનું મેઇન કારણ છે એન્ઝાઇટી, આ સિવાય આ ઘણીવાર ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયના દર્દીઓમાં જોઈ શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Panic Attack Sonia Bansal Hospitalized Bigg Boss Contestant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ