રિયાલિટી શો બિગ બૉસમાં વિક્કી કૌશલે સલમાન ખાનને પૂછ્યુ, 'શું કોઈ મહિલાએ તમારા માટે કોઈ પિકઅપ લાઈનનો ઉપયોગ કર્યો છે? જો હા તો સૌથી ખરાબ પિકઅપ લાઈન શુ હતી જે તમે સાંભળી?'
વિક્કી કૌશલ અને કિયારા અડવાણી બિગ બૉસ 16માં પહોંચ્યા
ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'નુ પ્રમોશન કરવા પહોંચ્યા
સલમાન ખાને પોતાના દિલનુ દર્દ દર્શકોની સામે શેર કર્યુ
વિક્કી અને કિયારા બિગ બૉસ 16માં પહોંચ્યા
બિગ બૉસ 16ના હાલના એપિસોડમાં શોના હોસ્ટ સલમાન ખાને પોતાના દિલનુ દર્દ દર્શકોની સામે શેર કર્યુ. શોના આ ખાસ એપિસોડમાં બોલીવુડ અભિનેતા વિક્કી કૌશલ અને કિયારા અડવાણી પોતાની ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'નુ પ્રમોશન કરવા પહોંચ્યા હતા. વિકી અને કિયારાએ ઘરવાળાની સાથે સારી ગેમ્સ રમી અને સલમાન ખાનને પણ કેટલાંક રસપ્રદ સવાલ કરવામાં આવ્યાં.
સલમાન ખાને ખુલીને પોતાના દિલની વાત કરી
વિક્કી કૌશલે સલમાનને પૂછ્યુ, 'શું કોઈ મહિલાએ તમારા માટે કોઈ પિકઅપ લાઈનનો ઉપયોગ કર્યો છે? જો હા તો સૌથી ખરાબ પિકઅપ લાઈન શુ હતી જે તમે સાંભળી?' જેના જવાબમાં સલમાન ખાને કહ્યું, પિકઅપની તો ખબર નથી, પરંતુ મહિલાએ મને ડ્રોપ જરૂર કર્યો છે. દબંગ ખાનની આ વાત સાંભળીને કિયારા, વિક્કી અને જાતે સલમાન પણ ખુલીને હસી પડ્યા.
સલમાન ખાને કર્યો કલાકારોની જેમ ડાન્સ
ત્યારબાદ સલમાન ખાને થોડો સીરિયસ થઇને જવાબ આપતા કહ્યું, ખરેખર સાચુ કહૂ તો મને કોઈ આવી પિકઅપ લાઈન યાદ નથી. ત્રણેયે શોના આ ખાસ એપિસોડમાં એકસાથે ડાન્સ કર્યો અને સલમાન ખાને અમુક કલાકારો તરફથી એક્ટ કરીને ડાન્સ કરીને પણ બતાવ્યો. શોમાં ત્રણેય સેલિબ્રિટીઓએ એકસાથે ખૂબ મસ્તી કરી.