બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 40 વર્ષ જૂના કેસમાં ભુજ કોર્ટનો મોટો ચુકાદો, પૂર્વ પોલીસ વડાને 3 માસની કેદ, કોંગ્રેસ અગ્રણીએ કરી હતી ફરિયાદ
Last Updated: 02:55 PM, 10 February 2025
કચ્છમાં મારામારીના ચકચારી 41 વર્ષ જુના કેસમાં કોર્ટનો ચુકાદો આવ્યો છે. આ મામલામાં તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્મા અને અધિકારી ગિરીશ વસાવડા દોષિત જાહેર કરાયા છે. કચ્છના સામાજિક અને રાજકીય અગ્રણી સ્વ:અબ્દુલ્લા હાજી ઈબ્રાહીમને ખોટી રીતે પરેશાન કરવા તેમજ કનડગત કરવા બાબતે જુના કેસમાં તેમને દોષિત જાહેર કરાયા છે. પૂર્વ પોલીસ વડા અને અધિકારીને ભુજ કોર્ટે ત્રણ મહિનાની જેલ તેમજ દંડ ફટકાર્યો છે.
ADVERTISEMENT
આ કેસની વિગત એવી છે કે, અબડાસાના રહેવાસી અબ્દુલ હાજી ઇબ્રાહિમ નલિયામાં નોંધાયેલા એક અંગે એસપી કચેરીમાં મળવા ગયા હતા. આ દરમિયાન તેમની સાથે પૂર્વ ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી સહિતના આગેવાનો પણ હતા.
એ વખતે તત્કાલીન સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કુલદીપ શર્માએ એ તમામનું અપમાન કર્યું હતું. બાદમાં કચેરીના અન્ય પોલીસ અધિકારીઓને બોલાવીને ઝોર માર મરાયો હતો. આ મારામારીમાં અબ્દુલ હાજી ઈબ્રાહિમને ઈજા પહોંચી હતી. આ ઘટના પછી તેમની સાથે આવેલા શંકર ગોવિંદજી જોષી નામના અગ્રણીએ ભુજની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં એસ.પી. કુલદીપ શર્મા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આજે PM મોદીનો ‘પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ, ગુજરાતના 14 લાખ વિદ્યાર્થીઓ જોડાશે, સરકારે કરી ખાસ વ્યવસ્થા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.