બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 31 વર્ષ પૂર્વે થયેલી હત્યાના કેસમાં મોટો ચુકાદો, આરોપીને આજીવન કેદ સાથે કોર્ટે ફટકાર્યો 25000નો દંડ, જાણો સમગ્ર કેસ
Last Updated: 05:36 PM, 9 October 2024
આ કેસને લઇ સરકારી વકિલ જમન ભંડેરીએ જણાવ્યું હતુ કે જામનગરમાં 31 વર્ષ પહેલાં થયેલી હત્યાના કેસમાં તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. વર્ષ 1993માં ખાનગી અખબારના તંત્રીની હત્યામાં આરોપીને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે.
ADVERTISEMENT
31 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસમાં મળતી માહિતી મુજબ જમીન વિવાદમાં સુરેન્દ્રસિંહ જાડેજાની હત્યા કરવામાં આવી હતી. જોકે આ કેસના 3 આરોપીઓના મૃત્યુ થઇ ચુક્યા છે. ત્યારે હત્યાના જીવીત આરોપી ગંભીરસિંહ જાડેજાને કોર્ટે આજીવ કેદની સજા સાથે 25,000નો દંડ ફટકાર્યો હતો.
ADVERTISEMENT
પૂર્વ પોલીસમેન આરોપી
હત્યાના તમામ સાત આરોપીઓમાં થી એક આરોપી ગુનેગાર અને સાતનો છુટકારો મળ્યો હતો. જેમાં 1993માં ખાનગી અખબારના તંત્રી સુરેન્દ્રસિંહ જાડેજાની હત્યામાં પૂર્વ પોલીસમેન ગંભીરસિંહ જાડેજા ગુનેગાર જાહેર કરવામાં આવ્યા હતા.
અન્ય ત્રણ આરોપીઓને શંકાના આધારે હોઇ તેઓને હાઇકોર્ટ દ્વારા નિર્દોષ છોડવામાં આવ્યા હતા. ઉપરાંત સરકાર તરફે એડવોકેટ જમન ભંડેરી અને આરોપીઓના વકીલ તરીકે વી.એચ.કનારાએ દલીલો કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.