બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big update on new date for binsachivalay exam
Ronak
Last Updated: 12:02 PM, 10 February 2022
ADVERTISEMENT
ગતરોજ બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસટન્ટની પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. જોકે હવે પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમા અગામી 15 દિવસમાં બિન સચિવાલયની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. સાથેજ એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે, કે બે મહિનામાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
ADVERTISEMENT
ઉમેદવારોમાં રોષનો માહોલ
પરીક્ષા વારંવાર રદ થવાને કારણે હવે ઉમેદવારો કંટાળ્યા છે. જેમા ખાસ કરીને રાજકોટના ઉમેદવારોમાં રોષનો માહોલ જોવા મલી રહ્યો છે. વીટીવી દ્વારા ઉમેદવારો સાથે વાત કરવામાં આવી હતી. જેમા ઉમેદવારો રોષે ભરાયેલા જોવા મળ્યા સાથેજ ઉમેદવારો હવે ચિંતામાં મુકાઈ ગયા છે. સાથેજ તેઓ આંદોલનના મૂડમાં આવી ગયા છે.
13 ફેબ્રુઆરીએ યોજાવાની હતી પરિક્ષા
આપને જણાવી દઈએ કે રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મૌકૂફ રાખવાનો ગૌણ સેવા પંસદગી મંડળે નિર્ણય લીધો છે.3 વર્ષ પરિક્ષાનું આયોજન કરાયુ હતુ. ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા મૌકૂફીની જાહેરાત કરી છે. વહીવટી કારણોસર પરીક્ષા મૌકૂફ રાખવાનો લેવાયો નિર્ણય. 13 ફેબ્રુઆરીએ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી.
વહીવટી કારણ ઘર્યુ પણ પડદા પાછળનું કારણ ગોપનીય રહેશે: યુવરાજસિંહ જાડેજા
સમગ્ર મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે આ 3 વર્ષમાં ચોથી ઘટના છે. વિદ્યાર્થીઑ માટે પરીક્ષા રદ્દ થવી કે મોકૂફ રાખવામાં આવી હોય તે સામાન્ય બાબત થઈ ગઈ છે. સરકારે 2018માં જાહેર કરેલી ભરતી વિવિધ કારણસર 4 વખત મોકૂફ રાખી છે. હાલ તો વહીવટી કારણોનું બહાનું આગળ ધરી આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવુ ગૌણ સેવા મંડળ કહી રહ્યું છે. પણ પડદા પાછળની હકીકત કઈક અલગ જ છે તેવુ યુવરાજસિંહનું માનવું છે. તેમણે વધુમાં કહ્યું કે 4 દિવસ બાદ પરીક્ષા યોજાવવાની હતી. તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ હતી. જિલ્લા ક્લેક્ટરથી લઈ પોલીસ કાફલા સુધી વ્યવસ્થા માટેના આદેશ આપી દેવામાં આવ્યા હતા. તેમ છતાં પરીક્ષા રદ્દ થવી તેના પાછળ કોઈ મોટું જ કારણ હોઈ શકે. આવા વારંવાર નિર્ણયથી વિદ્યાથી પર માનસિક ત્રાસ વધી રહ્યો છે. પરીક્ષા મોકૂફ કેમ રખાઇ એ તપાસનો વિષય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.