બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big Update on Gujarat Board Class 10 & 12 Results

Board Exam Result / ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામોને લઈને મોટી અપડેટ, જાણો ક્યારે જાહેર થશે અને કેવી રીતે ચેક કરવું

Malay

Last Updated: 12:02 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Board Exam Result: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરાશે. ધો.10ના 9.50 લાખ વિદ્યાર્થીઓના પરિણામની પ્રક્રિયા પૂર્ણ.

 

  • ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
  • આ અઠવાડિયામાં ધોરણ 10નું પરિણામ જાહેર થશે
  • 30 તારીખની આસપાસ જાહેર થઈ શકે છે ધો.12નું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. આ અઠવાડિયામાં જ ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. જ્યારે ધોરણ 12નું પરિણામ પણ 30 તારીખની આસપાસ જાહેર થઈ શકે છે. ધોરણ 10ના 9.50 લાખ વિદ્યાર્થીઓના પરિણામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે ધોરણ 12માં 5.65 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે, આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Big news regarding Gujarat Board Class 10th and 12th General Stream Result

સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓના પરિણામ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ પર જઈને પરિણામ ચકાસી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ  SSC<space>રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.

02 મેના રોજ જાહેર કરાયું હતું ધો.12 સાયન્સનું પરિણામ 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 2 મે 2023ના રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં મોરબી જિલ્લો 83.22 ટકાના પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે હતો, જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો હતો. કેન્દ્રની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું 90.41 ટકા આવ્યું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું 22 ટકા આવ્યું હતું. તો રાજ્યની 27 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું. રાજ્યમાં 76 શાળાઓનું પરિણામ 10%થી ઓછું આવ્યું હતું.

ધોરણ 10-12ના પરિણામોને લઈ મોટા સમાચાર, ઉત્તરવહી અને ડેટા એન્ટ્રીની કામગીરી  પૂર્ણ, જુઓ ક્યારે રિઝલ્ટ આવશે | The result of Gujarat Secondary Board Exam  was announced in the ...
ફાઈલ ફોટો

61 વિદ્યાર્થીઓને મળ્યો હતો A1 ગ્રેડ
રાજ્યમાં 61 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો હતો. તો રાજ્યમાં 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો હતો. અગ્રેજી માધ્યમનું 67.18% પરિણામ આવ્યું હતું. ગુજરાતી માધ્યમનું 65.32% પરિણામ આવ્યું હતું. A ગ્રુપના ઉમેદવારોનું 72.27% પરિણામ આવ્યું હતું. જ્યારે B ગ્રુપના ઉમેદવારોનું 61.71% અને AB ગ્રુપના ઉમેદવારોનું 58.62% પરિણામ આવ્યું હતું. 

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC HSC Results )
સ્ટેપ 1- પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2023 અથવા GSEB SSC Result 2023 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

સંકળાયેલા મુદ્દાઓ

Big update Gujarat Board board exam result ધોરણ 10 અને 12 પરીક્ષા બોર્ડ એક્ઝામ બોર્ડની પરીક્ષા GSEB Board Exam result 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ