બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / કરદાતાઓ માટે ગુડ ન્યૂઝ, GSTના વ્યાજ અને દંડની મુક્તિ અંગે મોટું અપડેટ, તક ચૂકી તો ખોટ ખાશો
Last Updated: 08:09 PM, 4 November 2024
આગામી દિવસોમાં GSTના વ્યાજ અને દંડની મુક્તિ માટે કરદાતાઓ અરજી કરી શકશે. જેમાં વેરાશાખ મેળવવા માટે કરદાતાઓ ઓનલાઈન અરજી કરીને લાભ મેળવી શકશે. જેમાં વર્ષ 2017 થી 2022 વચ્ચેના GSTના કરદાતાઓને વ્યાજ અને દંડની મુક્તિ માટે અરજી કરવાની રહેશે. જે અરજી બાદ જ આગળની કાર્યવાહી કરી શકાશે.
ADVERTISEMENT
કરદાતાઓએ વ્યાજ અને દંડની મુક્તિ
આ ઉપરાંત વિભાગના જણાવ્યા મુજબ વર્ષ 2017 થી 2022 વચ્ચેના GSTના કરદાતાઓને વેરાશાખ મેળવવા પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારે આ નિર્ણયના કારણે કરદાતાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતુ કે GSTના કરદાતાઓએ વ્યાજ અને દંડની મુક્તિ માટે નવેમ્બર 2024થી માર્ચ 2025 દરમિયાન અરજી કરવાની રહેશે અને તમામ અરજીઓ ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.
ADVERTISEMENT
કયા સંજોગોમાં વ્યાજ અને દંડ માફ થશે?
તા. 1-7-2017 થી 31-3-2020 ના સમયગાળા માટે કલમ 73 હેઠળ આકારણી કરવામાં આવી હશે કે તે કલમ હેઠળ આકારણી કરવાની નોટિસ બજાવવામાં આવેલ હશે તેવી વ્યક્તિઓ સરકાર દ્વારા વેરાની રકમ ભરી દેવાની છેલ્લી તારીખ નિયુક્ત કરતું જાહેરનામું બહાર પાડવામાં આવે (54મી GST કાઉન્સિલની મિટિંગમાં તા. 31-3-2025 ની ભલામણ કરવામાં આવેલ છે) તે તારીખ સુધીમાં વેરાની પૂરેપૂરી રકમ ભરી દેશે તો નિયમોથી ઠરાવેલ શરતોને આધીન તેના પર લાગતા વ્યાજ અને દંડને સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ ઉપરાંત જો કલમ 73 હેઠળના આદેશ સામે ખાતા દ્વારા અપીલ કે ફેરતપાસની કાર્યવાહી કરવામાં આવેલ હોય તો તેવી કાર્યવાહીના અંતે પસાર થયેલ આદેશના ત્રણ માસમાં તે આદેશ મુજબ ભરવાપાત્ર વેરાની રકમ પણ પૂરેપૂરી ભરવાની રહેશે. વ્યાજ અને દંડ માફ કરવાની આ જોગવાઈ નીચેના સંજોગોમાં લાગુ પડશેઃ
અ) કલમ 73 હેઠળ આકારણી માટેની નોટિસ બજાવવામાં આવી હોય પરંતુ આદેશ પસાર કરવામાં આવેલ ન હોય
બ) કલમ 73 હેઠળ આકારણી આદેશ પસાર કરવામાં આવેલ હોય અને તેની સામે અપીલ કે ફેરતપાસનો આદેશ પસાર ન થયેલ હોય
ક) કલમ 73ના આદેશ સામે પ્રથમ અપીલ આદેશ પસાર થયેલ હોય પરંતુ બીજી અપીલનો આદેશ પસાર ન થયેલ હોય
S) કલમ 74 હેઠળ નોટિસ કે આદેશ પસાર થયેલ હોય પરંતુ અપીલમાં કે કોર્ટના આદેશ ના કારણે તે કાર્યવાહી કલમ 74 હેઠળ ન થઈ શકે તેમ હોય અને તેથી કલમ 75(2) અનુસાર કલમ 73 હેઠળ કાર્યવાહી કરવાની હોય શાનો લાભ નહી મળે?
આ પણ વાંચોઃ શેર માર્કેટમાં 8,00,000 કરોડનો ધુમાડો, સેન્સેક્સ-નિફ્ટીમાં જબરદસ્ત કડાકો, રોકાણકારો રડ્યાં
વ્યાજ અને દંડ માફની જોગવાઈમાં નીચેના લાભો મળશે નહીં
1) જો વ્યાજ અને દંડની રકમ ભરી દેવામાં આવેલ હશે તો તેનું રિફંડ મળવાપાત્ર રહેશે નહીં.
2) જો ખોટ રિફંડ ચૂકવાયેલ હશે અને તેના માટે કલમ 73 હેઠળ કાર્યવાહી થયેલ હશે તો તેવા કેસમાં વ્યાજ અને દંડમાં રાહત આપતી આ જોગવાઇઓ લાગુ પડશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.