બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નાગરિક પૂરવઠા વિભાગની ભરતીને લઈ મોટું અપડેટ, પરીક્ષામાં ઓબ્જેક્શન સિસ્ટમ પર લેવાયો આ નિર્ણય
Last Updated: 05:02 PM, 21 January 2025
તાજેતરમાં નાગરિક પૂરવઠાની ભરતી પરીક્ષાની આન્સર કી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી. જેમાં ભૂલો જોવા મળી હતી. ત્યારે આ કિસ્સામાં જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે નાગરિક પૂરવઠાની ભરતી પરીક્ષાની આન્સર કીમાં ભૂલો જણાઇ આવી હતી. ત્યારે આને લઇ આસિસ્ટન્ટ મેનેજરની ભરતી સંદર્ભે ઓબ્જેક્શન સિસ્ટમ હાલ હોલ્ડ પર મુકાઈ છે.
ADVERTISEMENT
તજજ્ઞોનો ઉપયોગ ન કરવાનો નિર્ણય
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષામાં ઓબ્જેક્શન સિસ્ટમ હાલ લાગુ કરવામાં આવશે નહીં. જોકે તજજ્ઞો પર આધાર રાખવાના કારણે આ ભૂલ સામે આવી છે તેથી તજજ્ઞોનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ ઉપરાંત ટૂંક સમયમાં વેબસાઇટ પર નવી આન્સર કી મુકી દેવામાં આવનાર છે. હાલમાં તજજ્ઞોને સમય આપ્યો છે જેમાં ખરાઈ કરીને ઝડપથી નવી આન્સર કી મુકવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર આપે છે 20 હજાર, આ લોકોને મળે છે સહાય
જોકે વાંધા અરજી માટેની ફી બાબતે કરાયેલ નિર્ણય યથાવત જ રખાયો છે. જેમાં જેન્યુઈન વિદ્યાર્થીઓને નુકશાન ન જાય તે માટે આ નિર્ણય કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.