બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Big update about Rishabh Pant, he can return to Team India from this series
Megha
Last Updated: 07:37 PM, 29 October 2023
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઘણા સમયથી ટીમમાંથી બહાર છે અને હવે સ્થિતિ એવી બની ગઈ છે કે જ્યારે પણ કોઈ પણ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થાય છે, ત્યારે ભારતીય સમર્થકો આતુરતાથી તે યાદીમાં રિષભ પંતનું નામ શોધે છે. પરંતુ તે સમર્થકોને નિરાશા સિવાય કંઈ જ લાગતું નથી.
Breaking:
— Himanshu Pareek (@Sports_Himanshu) October 28, 2023
Rishabh Pant set to make a comeback into the Indian cricket team with 3 match series against Afghanistan in January. Will also feature in few matches of Vijay Hazare trophy from November 23 to December 16. #CricketTwitter pic.twitter.com/nEzvKt5xRO
ADVERTISEMENT
પંતના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા
પરંતુ હવે રિષભ પંતના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે અને તે સમાચાર સાંભળ્યા બાદ તમામ ચાહકો ખૂબ જ ખુશ થઈ જશે. વાત એમ છે કે ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ટૂંક સમયમાં જ ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકે છે અને તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળી શકે છે.
રિષભ પંત દક્ષિણ આફ્રિકાના પ્રવાસે વાપસી કરી શકે છે
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત લગભગ 11 મહિનાથી ક્રિકેટના મેદાનની બહાર છે અને તેના સ્થાને ઘણા વિકેટકીપર બેટ્સમેનોએ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે પરંતુ કોઈ પણ વિકેટકીપર રિષભ પંત જેટલું સારું પ્રદર્શન કરી શક્ય નથી.
Rishabh Pant working hard for his comeback....!!!! pic.twitter.com/nxy5WJjpS0
— Johns. (@CricCrazyJohns) October 24, 2023
પંતે આફ્રિકાની ધરતી પર શાનદાર પ્રદર્શન કર્યું હતું
પરંતુ હવે એવી શક્યતાઓ છે કે ટીમ ઈન્ડિયાનો આ વિકેટકીપર બેટ્સમેન ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળી શકે છે. જો રિષભ પંત ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરી શકે છે તો તે ભારતીય ક્રિકેટ ચાહકો માટે મોટી વાત હશે કારણ કે રિષભ પંતે આફ્રિકાની ધરતી પર શાનદાર પ્રદર્શન કર્યું છે.
રિષભ પંત લાંબા સમયથી ઈજાગ્રસ્ત છે
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે અને તેની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાએ ઘણી મહત્વપૂર્ણ મેચોમાં હારનો સ્વાદ ચાખ્યો છે. રિષભ પંત ડિસેમ્બર 2022માં એક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો અને તે અકસ્માતમાં રિષભ પંતને ગંભીર ઈજાઓ થઈ હતી.
હૉસ્પિટલમાંથી પાછા આવ્યા બાદથી, રિષભ પંતે તેની ફિટનેસ પર સખત મહેનત કરી છે અને તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા NCAમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ સ્વસ્થ થઈ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.