Big tragedy in Uttarakhand: School bus overturns, highway reverberates with screeching, two children die
અકસ્માત /
ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: સ્કૂલ બસ પલ્ટી ખાઈ જતા હાઇવે ચિચિયારીથી ગુંજ્યો, બે બાળકોના મોત
Team VTV06:43 PM, 14 Nov 22
| Updated: 07:02 PM, 14 Nov 22
ઉત્તરાખંડના સિતારાગંજ નજીક એક સ્કૂલ બસનો અકસ્માત થવા પામ્યો હતો. જેમાં બે બાળકોના મોત નિપજવા પામ્યા છે.જ્યારે ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ઉત્તરાખંડના સિતારાગંજમાં એક સ્કૂલ બસ પલ્ટી ખાઈ ગઈ છે. ત્યારે આ ઘટનામાં બે વિધાર્થીઓનાં મોતી નિપજ્યા છે જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે. ત્યારે જે સમયે આ ઘટના સર્જાઈ ત્યારે બસમાં કુલ 56 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે સ્કૂલના બાળકોની સાથે સાથે 6 શિક્ષકો પણ બસમાં હતા.
ક્યા કારણથી બસ પલ્ટી ખાઈ ગઈ તે હજુ જાણી શકાયું નથી.
ઈજાગ્રસ્તોના સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
ઉત્તરાખંડનાં સિતારાગંજમાં એક સ્કૂલ બસ પલ્ટી ખાઈ ગઈ હતી. ત્યારે આ ઘટનામાં બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે બસમાં કુલ 56 વિધાર્થીઓ હતા. જેમાં સ્કૂલના 6 શિક્ષકો પણ બસમાં હતા. ત્યારે ઈજાગ્રસ્તોના સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ईश्वर से दिवंगत आत्माओं को अपने श्रीचरणों में स्थान व सभी बच्चों के शीघ्र स्वास्थ्य लाभ की कामना करता हूं।
મુખ્યમંત્રી પુષ્કરસિંગ ધામીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ
મુખ્યમંત્રી પુષ્કરસિંગ ધામીએ આ દુર્ઘટના પર ટ્વિટ કરીને કહ્યું છે કે નયાગામ ભટ્ટે માં વેદરાસ સ્કૂલ, કિચ્છાની બસનો અકસ્માત થયો છે. જેના સમાચાર મળતા અત્યંત દુઃખ થયું. ત્યારે ઘટનામાં 2 બાળકોના નિધન થવાના પણ સમાચાર મળી રહ્યા છે. ત્યારો તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બચાવ કામગીરી યુધ્ધના ધોરણે શરૂ
આ દુર્ઘટનામાં ઘણી વિદ્યાર્થિનીઓ ઘાયલ થયાના સમાચાર છે, પરંતુ કોઈ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. બે વિદ્યાર્થીઓના મોતની પણ પુષ્ટિ કરવામાં આવી છે. હાલ તો ઘાયલ વિદ્યાર્થીનીઓને બચાવવા યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતા મુજબ દુર્ઘટના બાદ તરત જ ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો મદદ માટે સૌથી પહેલા આવ્યા અને લોહીલુહાણ બાળકોને બસમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.