બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Big Supreme Order in Bilquis Bano Rape Case Gujarat Central

આદેશ / બિલકીસ બાનો રેપ કેસમાં સુપ્રીમનો મોટો ઓર્ડર, ગુજરાત-કેન્દ્ર સરકારને 18 એપ્રિલે આ કામ કરવાનું કહ્યું

Mahadev Dave

Last Updated: 06:29 PM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત, કેન્દ્ર સરકારને દોષિતોને માફી આપવા સબંધિત ફાઈલો સાથે 18 એપ્રિલ તૈયાર રહેવાનો નિર્દેશ જારી કર્યો છે.

  • બિલકિસ બાનો કેસમાં સુપ્રીમનો મોટો ઓર્ડર
  • દોષિતોને માફી આપવા સબંધિત ફાઈલો સાથે તૈયાર રહેવા નિર્દેશ

બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે 11 આરોપીઓને મુક્ત કરવા મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બરબર્તાનો ભોગ બનેલ બીલકિસના  11 દોષિતોને ગત વર્ષે 15 ઓગસ્ટે છોડી મુકાવામાં આવ્યા હતા. ત્યારબાદ આજીવન કેદની સજા પામેલા અને કોર્ટમાં રહેલા દોષિતોની તાકીદે મુક્તિ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.સુપ્રીમ કોર્ટે ગુજરાત, કેન્દ્ર સરકારને દોષિતોને માફી આપવા સબંધિત ફાઈલો સાથે 18 એપ્રિલ તૈયાર રહેવાનો નિર્દેશ જારી કર્યો છે.


રાજકીય આગેવાનો અને નાગરિક અધિકાર સાથે જોડાયેલા લોકોએ કોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી. તેના અનુસંધાને તથા બાનો દ્વારા દાખલ કરાયેલી રિટ પિટિશનની સુનાવણી હાથ ધરાઈ હતી. જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. મહત્વનું છે કે અગાઉ, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે 22 માર્ચના રોજ સૂચિ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો અને અરજીઓની સુનાવણી માટે નવી બેંચની રચના કરવા સંમત થયા હતા.


આરોપીઓને છુટા કરી દેવા વિરુદ્ધની અરજી પેન્ડિંગ

આ કેસ જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચ સામે 4 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. જે તે સમય દરમિયાન જસ્ટિસ ત્રિવેદીએ વિના કારણે આ કેસની સુનાવણીમાંથી પોતાને દૂર રાખ્યા હતા. બાદમાં તમામ આરોપીઓને ગુજરાત સરકારે મુક્ત કરી દીધા હતા. આરોપીઓને છુટા કરી દેવા વિરુદ્ધ માર્ક્સવાદી કમ્યુનિટી પાર્ટીના નેતા સુભાશીની અભી, સ્વતંત્ર પત્રકાર રેવતી લાલ, લખનૌ વિષકવિદ્યાલયના પૂર્વ કુલપતિ રૂપ રેખા વર્મા અને તૃણ મુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ  ફાઈલ કરેલ પીઆઈએલ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

શુ હતી સમગ્ર ઘટના ?

2002માં ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં આગ ચાંપી દેવામાં આવી હતી. બાદમાં રમખાણો દરમિયાન બાનો 21 વર્ષની હતી તેને પાંચ મહિનાનો ગર્ભ પણ હતો. આ દરમિયાન. તેણી પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો  હતો એટલું જ નહીં ત્રણ વર્ષની પુત્રી સહિત તેના પરિવારના 7 સભ્યોની હત્યા કરવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Order gujarat બિલકીસ બાનો મોટો ઓર્ડર રેપ કેસ Bilquis Bano Rape Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ