બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત પોલીસને મોટી સફળતા, કચ્છમાંથી એક જ અઠવાડિયામાં 61 કરોડથી વધારેનું ડ્રગ્સ ઝડપ્યું
Last Updated: 06:25 PM, 15 June 2024
રાજ્યમાં અવાર નવાર ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હર્ષ સંઘવીએ એક ટ્વીટ કરીને છેલ્લા એક અઠવાડિયામાં પકડાયેલા ડ્રગ્સની વિગતો જાહેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવાની પાકિસ્તાનની મેલી મુરાદને નિષ્ફળ બનાવતી ગુજરાત પોલીસ !
ADVERTISEMENT
અઠવાડિયામાં સાત અલગ અલગ જગ્યાએથી ડ્રગ્સ ઝડપાયો
ADVERTISEMENT
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટમાં જણાવ્યું છે કે, કચ્છ - ભુજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એક જ અઠવાડિયામાં સાત અલગ અલગ જગ્યાએથી માદક દ્રવ્યોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જેમાં નારાયણ સરોવર - 2 પેકેટ ચરસ, કોઠારા - 10 પેકેટ ચરસ, જખૌ મરીન - 9 પેકેટ ચરસ, જખૌ મરીન - 10 પેકેટ ચરસ, માંડવી સિટી - 10 પેકેટ ચરસ, નારાયણ સરોવર - 10 પેકેટ ચરસ, કોઠારા - 9 પેકેટ મેથાએમફેટામા ઇન.
ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવાની પાકિસ્તાનની મેલી મુરાદને નિષ્ફળ બનાવતી ગુજરાત પોલીસ !
— Harsh Sanghavi (@sanghaviharsh) June 15, 2024
▪️ કચ્છ - ભુજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એક જ અઠવાડિયામાં સાત અલગ અલગ જગ્યાએથી માદક દ્રવ્યોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
▪️નારાયણ સરોવર - ૨ પેકેટ ચરસ
▪️કોઠારા - ૧૦ પેકેટ ચરસ
▪️જખૌ મરીન -…
વાંચવા જેવું: ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીને લઈ મહત્વનો નિર્ણય, 15 દિવસમાં લેવાશે ફરી પરીક્ષા
રૂપિયા 61,66,34,500નો માદક પદાર્થોનો જથ્થો ઝડપાયો
વધુમાં લખ્યું છે કે, આ સાતેય સ્થળ પરથી કુલ રૂ.61,66,34,500/-ના માદક પદાર્થો પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. ડ્રગ્સ દ્વારા દેશના યુવાનોને પાયમાલ કરવાનો કુવિચાર સેવનારને ગુજરાત પોલીસે કડક કાર્યવાહી થકી ચેતવણી આપી છે કે અમે તમારા બદઈરાદાઓને ગુજરાતમાં સફળ નહીં થવા દઈએ. આ તમામ ઓપરેશનમાં જોડાયેલા કર્મીઓને તેમની કાર્ય નિષ્ઠા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સલામ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય દિવસથી ડ્રગ્સ પકડાવાનો સિલસિલો ચાલી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.