બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / સંન્યાસ મુદ્દે તીરંદાજ દીપિકા કુમારીનું મોટું નિવેદન, કહ્યું 'ત્યાં સુધી અલવિદા નહીં કઉં કે જ્યાં સુધી..'
Last Updated: 06:45 PM, 5 August 2024
ભારતની સૌથી અનુભવી તીરંદાજ પૈકીની એક દીપિકા કુમારી પેરિસમાં સતત ચોથા ઓલિમ્પિક્સમાં રમવા માટે મેદાનમાં ઉતરી છે.ડિસેમ્બર 2022 માં તે માતા બન્યા પછી તે રમતમાં વાપસી કરી છે. રાષ્ટ્રીય પસંદગીના ટ્રાયલમાં ટોચ પર આવ્યા બાદ તેણે એપ્રિલમાં શાંઘાઈ વર્લ્ડ કપમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ADVERTISEMENT
પેરિસ ઓલિમ્પિક્સમાં રમતમાં કંઇ ખાસ નહી કરી શકનાર ભારતીય મહિલા તીરંદાજ દીપિકા કુમારીએ મોટું નિવેદન આપ્યું છે. સતત ચાર ઓલિમ્પિક્સમાં નિષ્ફળ થયેલા દીપિકાએ કહ્યું કે તે જ્યા સુધી મેડલ નહી જીતે ત્યા સુધી ઓલિમ્પિક્સમાં રમતી રહેશે. તે વિદાય નહી લે. ઘણા સમયના વર્લ્ડ કપમાં વિજેતા અનુભવી તિરંદાજ દીપિકાનું માનવું છે કે તે 2028 માં લોસ એન્જલસમાં ઓલિમ્પિક્સમાં પોડિયમ સુધી પહોંચવામાં સફળ થશે.
ADVERTISEMENT
દીપિકા સતત ચોથા ઓલિમ્પિક્સમાં ઉતરી હતી
ભારતની સૌથી અનુભવીમાંની એક તીરંદાજ દીપિકા કુમારી પેરિસમાં લગાતાર ચોથા ઓલિમ્પિક્સમાં રમવા ઉતરી છે. ડિસેમ્બર 2022 માં તે માતા બન્યા પછી તે રમતમાં પરત ફરી છે. રાષ્ટ્રીય પસંદગીના અજમાયશમાં ટોચ પર આવ્યા બાદ તેણે એપ્રિલમાં શાંઘાઈ વર્લ્ડ કપમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો કે તે પેરિસ ઓલિમ્પિક્સમાં કંઇ ખાસ કરી શકી નથી. દીપિકાને મહિલાઓની વ્યક્તિગત કેટેગરીમાં દાવેદાર માનવામાં આવતી હતી અને સારી શરૂઆત કરીને ક્વાર્ટર -ફાઇનલમાં પ્રવેશ કરી હતી. પરંતુ છેલ્લા આઠ મેચોમાં બઢત બાદ પણ હારનો સામનો કરવો પડ્યો છે. દીપિકા, ભજન કૌર અને અંકિતા ભક્તની મહિલા જોડી પણ પ્રભાવિત કરી શકી નથી.
'હું ભવિષ્યમાં રમત ચાલુ રાખીશ'
દીપિકાએ કહ્યું, અલબત્ત હું ભવિષ્યમાં વધુ રમવા માંગું છું અને મારી રમત ચાલુ રાખીશ. હું ઓલિમ્પિક મેડલ જીતવા માંગુ છું અને જ્યાં સુધી હું તે પ્રાપ્ત નહી કરુ ત્યાં સુધી હું રમત છોડીશ નહીં. હું સખત મહેનત કરીશ અને મજબૂતીથી પાછી આવીશ. હું વધુ મજબુતીથી મેદાનમાં ઉતરીશ.
આ રમતમાં ઘણી ચીજો છે ઝડપથી નિશાન તાકવું, મારે તેના વિશે થોડું વધારે જાણવાની જરૂર છે અને તે મુજબ મારી જાતને તૈયાર કરવી સૌથી મહત્વપૂર્ણ છે.તેણે કહ્યું, હું ઓલિમ્પિક્સ પાસેથી શીખી છું કે મોડું લક્ષ્ય લગાવવું અસરકારક નથી, તમારી પાસે મોટી ભૂલોનો અવકાશ નથી. તમારે તેને નિયંત્રિત કરવું પડશે. હું અહીંથી આ શીખી લઇશ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.