Big Scam Revealed in the Name of HDFC: Know if you are getting any messages too
VTV EXCLUSIVE /
HDFCના નામે મોટા સ્કેમનો ખુલાસો: તમને પણ કોઈ મેસેજ આવતા હોય તો જાણી લેજો
Team VTV05:00 PM, 24 Jan 23
| Updated: 05:08 PM, 24 Jan 23
સાયબર માફિયા HDFC બેંકના નામે લોકોને છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા છે, મેસેજ મોકલીને કહેવામાં આવે છે PAN નંબર અપડેટ કરીને KYC નહીં કરાવે તો એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવશે.
HDFC બેંકના નામે લોકો સાથે થઈ રહ્યો છે ફ્રોડ
KYC નહીં કરાવે તો તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવશે
આ રીતે સાયબર માફિયા ફરી રહ્યા છે છેતરપિંડી
એક સમય એવો હતો કે દરેક નાના-મોટા કામ માટે બેંકમાં જવું પડતું હતું. એ પછી ભલે ખાતું ખોલાવવાથી લઈને પૈસા ઉપાડવા અને જમા કરાવવા જેવુ કામ હોય, દરેક કામ માટે બેંકમાં જવું ફરજિયાત હતું પણ ધીરે ધીરે સમય બદલાતો રહ્યો અને હવે સમય એટલો બદલાઈ ગયો છે કે બેંકને લગતા મોટાભાગના કામ ઘરે બેસીને જ ચપટીમાં થઈ જાય છે. પૈસા મોકલવાથી લઈને પૈસા જમા કરાવવા અને લોન લેવા જેવી પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે અને આ બધી પ્રક્રિયામાં ગ્રાહકોની મદદ કરે છે ઈન્ટરનેટ બેંકિંગ, પણ એ યાદ રાખવું એ જરૂરી છે કે તમારું ઈન્ટરનેટ બેન્કિંગ પણ સિક્યોર રાખવું પડે છે નહીં તો છેતરપિંડી કરનારાઓ મહેનતની કમાણી આંખના પલકારામાં ખાલી કરી શકે છે.
SMS દ્વારા થઈ રહી છે છેતરપિંડી
સાયબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. જેના કારણે લોકો છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. તમારું બેંક ખાતું એક ભૂલથી પણ ખાલી થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે આવા છેતરપિંડીથી સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે. સાઈબર ફ્રોડ લોકોને પોતાના ઝાંસામાં ફસાવીને બેન્ક એકાઉન્ટને અમુક જ મિનિટોમાં ખાલી કરી દે છે. તેમાં સાઈબર અપરાધી અલગ અલગ પ્રકારની રીતોનો ઉપયોગ કરે છે. તેમાંથી એક રીત છે સ્મિશિંગ. તેમાં ફ્રોડ એક SMS દ્વારા તમારી સાથે છેતરપિંડી કરી શકે છે.
HDFC બેંકના નામે લોકો સાથે થઈ રહ્યો છે ફ્રોડ
હાલ એક એવો જ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં સાઈબર ફ્રોડ HDFC બેંકના નામે લોકોને છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા છે. સાયબર માફિયા હાલ મેસેજ દ્વારા એવી માહિતી આપે છે કે જો HDFCના ખાતાધારક તેનું PAN નંબર અપડેટ કરીને KYC નહીં કરાવે તો તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ મેસેજ સાથે તમને HDFC બેંકની એક લિંક પણ આપવામાં આવે છે.
આ રીતે સાયબર માફિયા ફરી રહ્યા છે છેતરપિંડી
જો કઈ વ્યક્તિ એ મેસેજ દ્વારા શેર કરવામાં આવેલ લિંક પર ક્લિક કરે છે તો HDFCના લોગ-ઇન પેજ જેવી જ એક સાઇટ ખૂલે છે અને તેમાં કસ્ટમર આઈડી અને પાસવર્ડ માંગવામાં આવે છે સાથે જ ઓટીપી પણ માંગવામાં આવે છે. જો તમે આ માહિતી દાખલ કરી લો તો આગળના પેજમાં તમારી પાસે PAN નંબર અને તમારી ડેટ ઓફ બર્થ માંગવામાં આવશે. આ માહિતી દાખલ કર્યા પછી તમારા ATM પિન અને તેને એક્સપાયરી ડેટ માંગવામાં આવે છે. આ પછી તમે ઓટીપી માંગવામાં આવશે પણ તમારા ફોનમાં ઓટીપી આવશે નહીં.
અંહિયા ખાસ નોંધનીય વાત એ છે કે આ HDFCના સાઇટ પર નીચે લખેલ હોય છે કે આ સાઇટ HDFC નેટબેંકીંગનું નવું લોગ-ઇન પેજ છે.
કેવી રીતે મોટી નામચીન સંસ્થાનું ફેક લોગ-ઇન પેજ બનાવું?
જો ક્યારેય તમારી પાસે કોઈ આવો મેસેજ કે ઈમેલ આવે ત્યારે તેની સાથે આપેલ લિંક પર ખાસ ધ્યાન આપવું જોઈએ. tinyurl નામની એક સાઇટ પર લોકો સહેલાઈથી તેમની લિંકનું url નામ બદલી શકે છે.
અજાણી લિંક્સ પર ક્લિક ન કરો
આજકાલ ઘણા લોકોને ઈમેલ, મેસેજ અને સોશિયલ મીડિયા દ્વારા અજાણી લિંક્સ મળતી આવે છે અને જો તેના પર ભૂલથી ક્લિક કરવામાં આવે તો આંખના પલકારામાં તમારી બેંકિંગ માહિતી ચોરી થઈ શકે છે અથવા તમારી સિસ્ટમ અને મોબાઈલ હેક પણ થઈ શકે છે. આ માટે ખાસ ઘ્યાન રાખો કે કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો.