બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણા નસબંધી કાંડમાં મોટો ખુલાસો, ઓપરેશન કરનારે બોગસ સર્ટિફિકેટ પર મેળવી નોકરી

ખુલાસો / મહેસાણા નસબંધી કાંડમાં મોટો ખુલાસો, ઓપરેશન કરનારે બોગસ સર્ટિફિકેટ પર મેળવી નોકરી

Last Updated: 11:51 PM, 8 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા નસબંધી કરાવનાર વ્યક્તિ દ્વારા બોગસ સર્ટિફિટેકનાં આધારે નોકરી મેળવી તંત્ર સાથે છેંતરપીંડી કરી હોવાનું તપાસમાં સામે આવવા પામ્યું છે.

મહેસાણા નસબંધી કરાવનાર જાકીર સોલંકીને લઈ મોટો ખુલાસો થવા પામ્યો છે. જાકીર સોલંકી બોગસ સર્ટિફિકેટનાં આધારે નોકરી મેળવી હતી. 2 વખત ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તંત્ર સાથે છેંતરપિંડી કરીને નોકરી મેળવી હતી. જાકીર સોલંકીએ 9 વર્ષ સુધી સર્ટિફિકેટ વિના ગેરકાયદેસર સરહદી જીલ્લામાં નોકરી કરી હતી. રાપર અને ભચાઈમાં કાંડ બહાર આવવાનાં ભયથી મહેસાણામાં ટ્રાન્સફર લીધું હોવાનો ખુલાસો થયો હતો.

યુવાનની જાણ બહાર નસબંધીનું ઓપરેશન કરી દેવાયાનો આક્ષેપ

ખ્યાતિ કાંડની તપાસ હજુ ચાલી રહી છે તે વાત હજુ સમી નથી ત્યાં તો વધુ એક તબીબી સેવાને કલંકિત કરતી ઘટના સામે આવી છે. ભોગ બનનાર યુવકએ આક્ષેપ કર્યો છે કે, તેની જાણ બહાર તેને દારૂ પીવડાવીને 29 નવેમ્બરે અડાલજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન માટે અડાલજ સામૂહિક કેન્દ્રના ઓપરેશન થિયેટરનો ઉપયોગ કરાયોની વાત પણ સામે આવી છે.

વધુ વાંચોઃ કેશોદમાં ધાર્મિક કાર્યક્રમમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગ, 11 બાળકો હોસ્પિટલમાં દાખલ

સામુહિક કેન્દ્રના ઈન્ચાર્જ અધિક્ષકએ શું કહ્યું ?

અડાલજ સામુહિક કેન્દ્રના ઈન્ચાર્જ અધિક્ષક ડૉ નિરાલી ગૌધાણીએ જણાવ્યું કે, NSV પખવાડીયા અંતર્ગત દરેક જગ્યાએ કેમ્પ થતાં હોય છે જેમાં અમારો રોલ ફક્ત ઓટી પ્રોવાઈડ કરવાનો હોય છે તેમજ ઓપરેશન કરવા સર્જન પણ જિલ્લા કક્ષાએથી આવતા હોય છે. વધુમાં કહ્યું કે, જેમનો ઓપરેશન 29 નવેમ્બરના રોજ થયો હતો, જો કે, કેટલાક આક્ષેપો થયા છે જે અમને અત્યારે જ ખબર પડી છે, ત્યારે આ અનુંસાધાને આગળથી તપાસ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sterilization operation Zakir Solanki Mehsana news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ