બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Big Relief To Traders Amid Lockdown, Now GST Returns Will Be Filled Till 30th September

ગુડ ન્યૂઝ / લૉકડાઉનમાં આ લોકોને મળશે મોટી રાહત, સરકારે જાહેર કરી આ નવી તારીખ

Bhushita

Last Updated: 10:52 AM, 7 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે દેશના કરોડો કારોબારીઓને મોટી રાહત આપતાં વર્ષ 2018-19ને માટે GST રિટર્નની તારીખનો સમય 3 મહિના માટે વધારી દીધો છે. કોરોના સંકટમાં દેશભરમાં જાહેર કરાયેલા લૉકડાઉનને ધ્યાનમાં રાખીને સરકારે 30 સપ્ટેમ્બર 2020 સુધીની નવી તારીખ જાહેર કરી છે. આ સમય સુધીમાં લોકો પોતાનું રીટર્ન ફાઈલ કરી શકશે.

  • લૉકડાઉનમાં સરકારની મોટી જાહેરાત
  • GST રીટર્ન માટેનો સમય વધાર્યો
  • 30 સપ્ટેમ્બર 2020 સુધી ભરી શકાશે રીટર્ન

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (સીબીઆઈસી) દ્વારા બુધવારે જાહેર કરાયેલા એક જાહેરનામામાં, GST  રીટર્નમાં છૂટછાટ સાથે ઇ-વે બિલની સમય સીમામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ હવે 2018-19 માટે 30 સપ્ટેમ્બર સુધી જીએસટી રીટર્ન ફાઇલ કરી શકશે. અગાઉ આ તારીખ 30 જૂન રાખવામાં આવી હતી, પરંતુ ત્રીજી વખત લોકડાઉન લંબાવાને કારણે થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ફરી રાહત આપવામાં આવી છે.

આ તારીખોમાં પણ આપવામાં આવી છૂટ

આ ઉપરાંત, 24 માર્ચ પહેલા ઇ-વે બિલ જનરેટ કરનારા વેપારીઓ અને તેની માન્યતા 20 માર્ચથી 15 એપ્રિલની વચ્ચે હતી, તે પણ વધારીને 31 મે કરવામાં આવી છે. અગાઉ આ સમયસીમા 30 એપ્રિલ સુધી હતી. આ અગાઉ સરકારે 5 કરોડ રૂપિયા સુધીના ધંધાવાળી કંપનીઓને વળતરના વિલંબ માટે મોડી ફી અથવા દંડથી રાહત આપી હતી. ઉપરાંત, અન્ય કંપનીઓની મોડી ફી 12 થી ઘટાડીને 9 ટકા કરવામાં આવી હતી.

ઈ-કોડથી રિટર્ન ભરવાની છૂટ

કંપનીઓને માસિક રિટર્ન ભરવામાં આવી રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે નોંધાયેલી વ્યક્તિઓને ઈલેક્ટ્રોનિક વેરિફિકેશનની મદદથી માસિક રિટર્ન જીએસટીઆર-3 બી ભરવાની મંજૂરી આપી છે. સીબીઆઈસીએ નોટિફિકેશનમાં કહ્યું છે કે ટેક્સ પેયર્સ 30જૂન સુધીમાં ઈવીસીથી રિટર્ન ભરી શકે છે. આ સિવાય શૂન્ય રિટર્ન વાળા વ્યક્તિઓ એસએમએસ સેવાની મદદ લઈ સકે છે. અહીં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને એસએમએસની મદદથી રિટર્ન ફાઈલ કરી શકાય છે. 

ખાદ્ય ઉદ્યોગપતિઓને ઓનલાઈન પ્રશિક્ષણ આપશે FSSI

ખાદ્ય નિયામક એફએસએસઆઈએ બુધવારે કહ્યું કે કારોબાર સંચાલન સાથે જોડાયેલા લોકોને ઓનલાઈન પ્રશિક્ષણ આપવામાં આવશે. તેનો હેતુ કોરોના વાયરસની વચ્ચે સુરક્ષા અને સ્વચ્છતાની સાથે કામ ચાલુ રાખવાનો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Dates GST Return Rules lockdown જીએસટી તારીખ નિયમ ફેરફાર રિટર્ન લૉકડાઉન Business News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ