બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સલમાનને મોટી રાહત: કોર્ટે કહ્યું 'અરજીમાંથી તેમનું નામ હટાવી દો', જાણો શું છે સમગ્ર મામલો

મનોરંજન / સલમાનને મોટી રાહત: કોર્ટે કહ્યું 'અરજીમાંથી તેમનું નામ હટાવી દો', જાણો શું છે સમગ્ર મામલો

Last Updated: 12:31 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટે અભિનેતાના ઘરે થયેલા ગોળીબારમાં ધરપકડ થયેલા આરોપીના મોતના મામલે સુનાવણી કરીને સલમાન ખાનનું નામ પ્રતિવાદી તરીકે હટાવવાનો નિર્દેશ આપ્યો છે.

દબંગ અભિનેતા સલમાન ખાનને મોટી રાહત મળી છે. સલમાન ખાનના ઘરે થયેલા ગોળીબારમાં ધરપકડ થયેલા આરોપીના મોતના મામલે કોર્ટે સુનાવણી કરી અને આદેશ આપ્યા. કોર્ટના આ આદેશ બાદ સલમાન ખાનનું નામ આ કેસમાંથી હટાવવામાં આવી રહ્યું છે. બોમ્બે હાઈકોર્ટે અભિનેતા સલમાન ખાનનું નામ પ્રતિવાદી તરીકે હટાવવાનો નિર્દેશ આપ્યો છે. અરજીમાં અભિનેતાના ઘરની બહાર થયેલા ગોળીબારના કેસના આરોપી અનુજ થાપનના કસ્ટોડિયલ ડેથની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે.

જજ રેવતી મોહિતે-ડેરે અને શ્યામ ચાંડકની બેંચે અરજદાર રીટા દેવી (થાપનની માતા)ને અરજીમાં સુધારો કરવા અને સલમાન ખાનનું નામ હટાવવાનો નિર્દેશ આપ્યો છે કારણ કે તેમની વિરુદ્ધ કોઈ અરજી અને પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

પોલીસે થાપનની પંજાબથી કરી હતી ધરપકડ

14 એપ્રિલે મુંબઈના બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર મોટરસાઈકલ પર સવાર બે શખ્સોએ ગોળીબાર કર્યો હતો. બાદમાં ગુજરાતમાંથી કથિત શૂટરો વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરવામાં આવી હતી. શૂટરોને હથિયારો સપ્લાય કરવાના આરોપમાં પંજાબથી અન્ય એક વ્યક્તિ સાથે થાપનની 26 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. જોકે, 1 મેના રોજ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ લોક-અપના ટોયલેટમાંથી થાપન મૃત હાલતમાં મળી આવ્યો હતો.

પુત્રનો જીવ લેવામાં આવ્યો હોવાનો પરિવારનો દાવો

જણાવી દઈએ કે, 14 એપ્રિલ, 2014ના રોજ એક મોટરસાઇકલ પર બે લોકો સલમાન ખાનના ઘર ગેલેક્સીની સામે આવ્યા હતા અને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાને અંજામ આપ્યા બાદ બંને ફરાર થઈ ગયા હતા. બાદમાં ફાયરિંગ કરનારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ જ કેસમાં અનુજ થાપનની પણ ધરપકડ કરવામાં આવી હતી. હવે તેના મૃત્યુ બાદ પરિવારનો દાવો છે કે થાપનની હત્યા કરવામાં આવી છે, જ્યારે પોલીસનો દાવો છે કે તેણે આત્મહત્યા કરી છે.

વધુ વાંચો: 'આની વિશે મને કંઇ જ ખ્યાલ...', બોયફ્રેન્ડ ઝહીર સાથે સોનાક્ષીના લગ્ન પર શત્રુઘ્ન આ શું કહી રહ્યાં છે?

સીબીઆઈ તપાસની માંગ કરી રહી છે થાપનની માતા

થાપનના પરિવારે 3 મેના રોજ અરજી દાખલ કરીને કહ્યું કે તેનું મૃત્યુ સામાન્ય નથી. તેની માતાએ દાવો કર્યો કે તેના પુત્રની હત્યા કરવામાં આવી છે. તેણે તેના પુત્ર સાથે મારપીટ કરવાના અને ટોર્ચર કરવાના ગંભીર આક્ષેપો પણ કર્યા. અરજીમાં થાપનની માતાએ સીબીઆઈ તપાસની માંગ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Salman Khan Bombay High Court Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ