Big relief in gold and silver prices before budget: You will be happy knowing the price, know what is today's rate
Gold Price /
બજેટ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટી રાહત: કિંમત જાણીને થઇ જશો ખુશખુશાલ, જાણો શું છે આજના રેટ
Team VTV01:38 PM, 31 Jan 23
| Updated: 02:43 PM, 31 Jan 23
બજેટ પહેલા સોનાની કિંમત 57 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ છે. તે જ સમયે, ચાંદીની કિંમત 67 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે.
ગઈકાલ કરતાં આજે સોનાની કિંમતમાં થયો આટલો ઘટાડો
ચાંદીની કિંમત 67 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ
શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી બંને સસ્તા થયા
આવતીકાલે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને બજેટની અસર દરેક વેપાર પર પડવાની છે. ખાસ કરીને સોના-ચાંદી અને શેરમાર્કેટમાં બજેટની અસર સૌથી વધુ પડવાની છે. જો એક બજેટ પહેલા આજે એટલે કે 31 જાન્યુઆરી 2023 ના રોજ ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે સોનાની કિંમત 57 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ છે. તે જ સમયે, ચાંદીની કિંમત 67 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. આ સાથે જ રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 57,041 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતાની ચાંદી 67947 રૂપિયા છે.
કેટલી છે સોના-ચાંદીની કિંમત
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 57,079 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે આજે સવારે ઘટીને 57,041 રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી બંને સસ્તા થયા છે.
આજે સોના અને ચાંદીના ભાવ શું છે?
સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર 995 શુદ્ધતાવાળું 10 ગ્રામ સોનાની કિંમત આજે સવારે ઘટીને 56,813 રૂપિયા થઈ ગઈ હતી અને 916 શુદ્ધતાવાળું સોનું આજે 52,250 રૂપિયા થઈ ગયું છે. આ સિવાય 750 શુદ્ધતાવાળ સોનાનો ભાવ ઘટીને 42781 થયો છે. બીજી તરફ 585 શુદ્ધતાવાળું સોનું આજે સસ્તું થઈને રૂ.33,369 પર આવી ગયું છે. ચાંદીની વાત કરીએ તો શુદ્ધતાની એક કિલો ચાંદી આજે 67,949 રૂપિયા થઈ ગઈ છે.
મિસ્ડ કોલ આપીને જાણો સોના અને ચાંદીના રેટ
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ રજાઓ સિવાય, શનિવાર અને રવિવારે ibja દ્વારા દર જારી કરવામાં આવતા નથી. જણાવી દઈએ કે 22 કેરેટ અને 18 કેરેટ સોનાનાનો રેટ જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. મિસ્ડ કોલ આપ્યા પછી ટૂંક સમયમાં જ એસએમએસ દ્વારા સોનાની કિંમત વિશે જાણકારી મળી રહેશે. આ સિવાય સતત અપડેટ વિશે માહિતી માટે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત પણ લઈ શકાય છે.
તમને જણાવી દઈએ કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કરાયેલ કિંમતો વિવિધ શુદ્ધતાના સોનાની માનક કિંમત વિશે માહિતી આપે છે. એટલે કે આ તમામ કિંમતો ટેક્સ અને મેકિંગ ચાર્જિસ પહેલાની હોય છે. જણાવી દઈએ કે IBJA દ્વારા જારી કરાયેલા દર દેશભરમાં સામાન્ય છે પરંતુ GST તેની કિંમતોમાં સામેલ નથી. જ્વેલરી ખરીદતી વખતે ટેક્સના સમાવેશને કારણે સોના કે ચાંદીના ભાવ વધારે હોય છે.