બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Big relief from Interpol to Mehul Choksi will be free to roam around the world

મોટી રાહત / ભારતને ચૂનો લગાવનાર ભાગેડુ મેહુલ ચોક્સી હવે બિન્દાસ આખી દુનિયા ફરશે: ઈન્ટરપોલે આપી આ રાહત

Arohi

Last Updated: 10:12 AM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાગેડુ મેહુલ ચોક્સીને ઈન્ટરપોલથી મોટી રાહત મળી ગઈ છે. તેના વિરૂદ્ધ જે રેડ કોર્નર નોટિસ ફટકારવામાં આવી હતી તેને પરત લેવામાં આવી છે. જેથી તે હવે આખુ દુનિયામાં ક્યાંય પણ ફરી શકે છે.

  • ભાગેડુ મેહુલ ચોક્સીને મોટી રાહત 
  • ઈન્ટરપોલથી મળી મોટી રાહત 
  • રેડ કોર્નર નોટિસ પરત લેવામાં આવી 

PNB બેંકને ચુનો લગાવનાર મેહુલ ચોકસી આખી દુનિયામાં ક્યાંય પણ ફરી શકશે. ઈન્ટરપોલે તેને લઈને જે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી તેને પરત લઈ લેવામાં આવી હતી. હકીકતમાં 2022માં ચોકસી વિરૂદ્ધ જે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી તેને મેહુલ ચોકસીએ પડકારી હતી. 

તે નિર્ણયની સમીક્ષાની માંગ કરી હતી. તે માંગ પર સુનાવણી કરતા ઈન્ટરપોલે કહ્યું છે કે ભારત પરત ફરવા પર મેહલુ ચોકસીને કદાચ ફેર ટ્રાયલ ન મળે. 

કેમ આપવામાં આવી ચોકસીને આ રાહત? 
હવે મેહુલ ચોકસીએ ઈન્ટરપોલની સામે દાવો કર્યો છે કે તેને 2021માં ભારતીય એજન્સિઓએ જ કિડનેપ કર્યો હતો. તેમની તરફથી તેને ડોમિનિકા લઈ ગયા હતા ત્યાંથી ભારત લઈ જવાની તૈયારી હતી. તેના આ તર્કને સમજતા ઈન્ટરપોલે તેને મોટી રાહત આપી છે. તેના વિરૂદ્ધ જે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. તેને પરત લેવામાં આવી છે. 

હવે આ કારણે મેહુલ આઝાદ થઈ ગયો છે અને આખી દુનિયામાં ક્યાંય પણ ફરી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભારતીય અધિકારીઓ દ્વારા ઈન્ટરપોલના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તે તેને બદલવા માંગતા હતા પરંતુ આમ થયુ નહીં. હવે મેહુલને પરત ભારત લાવવો અને વધારે મુશ્કેલી થઈ જશે.

શું હોય છે રેડ કોર્નર નોટિસ? 
હકીકતમાં રેડ કોર્નર નોટિસ કોઈ દેશમાંથી ભાગેલા શખ્સને શોધવા માટે જાહેરા કરવામાં આવે છે. જેના ઉપર કોઈ અપરાધિક કેસ દાખલ હોય. રેડ કોર્નર નોટિસ આંતરરાષ્ટ્રીય ધરપકડ નોટિસ હોય છે. 

રેડ કોર્નર નોટિસ જાહેર થવાનો મતલબ એ નથી કે તે વ્યક્તિ દોષી છે. આ દુનિયાભરના દેશોને તે શખ્સના અપરાઘની જાણકારી આપે છે. રેડ કોર્નર નોટિસ દ્વારા પકડાયેલા આરોપીને તે દેશમાં મોકલી દેવામાં આવે છે જ્યાં તેણે અપરાધ કર્યો હોય છે. રેડ નોટિસ ત્યારે જ જાહેર કરવામાં આવી શકે છે જ્યારે કાયદાકીય રીતે તે અપરાધી ગંભીર હોય. 

સંકળાયેલા મુદ્દાઓ

Interpol Red corner notice big relief mehul choksi world Mehul Choksi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ