બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 07:12 AM, 4 December 2020
ADVERTISEMENT
આ કાયદો પસાર થવાથી હાઈ સ્કિલ્ડ ઈમિગ્રેંટ એક્ટનો રસ્તો સાફ થઈ ચૂક્યો છે. આ એચ-1 બી વિઝા પર અમેરિકા આવનારા ભારતીય નોકરિયાતોને માટે મોટી રાહત છે. આ ભારતીયો દશકોથી અમેરિકાના સ્થાયી નિવાસી બનવા માટે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા હતા.
ADVERTISEMENT
પ્રવાસી વિઝા પર વધી શકે છે લિમિટ
મૂળ કાયદાને અમેરિકી પ્રતિનિધિ સભાએ 10 જુલાઈ 2019ના રોજ પાસ કર્યું હતું. તેને રિપબ્લિકન સીનેટર માઈક લીએ સીનેટમાં યૂટાથી પ્રાયોજિત કર્યું હતું. આ કાયદો પસાર થવાથી પરિવાર આધારિત પ્રવાસી વિઝા પર લાગેલી સમય સીમા વધી જશે.
હાલમાં આ રીતે આપવામાં આવે છે વિઝા
હાલના સમયમાં કોઈ પણ દેશને કુલ 15 ટકા વિઝા આપવામાં આવે છે તેમાં 7 ટકા વિઝા પરિવારના આધારે નક્કી કરાય છે. આ સિવાય આ કાયદાથી રોજગારીના આધારે આપવામાં આવતા વિઝા પર લાગેલી 7 ટકાની સીમા હટી જશે.
ભારતીયોના ગ્રીનકાર્ડ બૈકલોગ 195 વર્ષથી વધારે
ગ્રીન કાર્ડ મેળવવા માટે કોઈ પણ ભારતીય નાગરિકનું બેકલોગ 195 વર્ષથી વધારે છે એટલે કે તેની ઉંમર કરતાં વધારે રાહ જોવી પડે છે. નાણાંકીય વર્ષ 2019માં ભારતીય નાગરિકોને 9008 શ્રેણી 1, 2908 શ્રેણી 2 અને 5083ને શ્રેણી 3 ગ્રીન કાર્ડ મળ્યા હતા.રોજગાર આધારિત ગ્રીન કાર્ડની અલગ અલગ શ્રેણીઓ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.