Big record if Rat wins! New Zealand set a target of 177 runs in the first T20
રાંચી /
ભારત જીતે તો મોટો રેકોર્ડ ! પહેલી T20માં ન્યુઝીલેન્ડે આપ્યો 177 રનનો ટાર્ગેટ
Team VTV09:03 PM, 27 Jan 23
| Updated: 10:59 PM, 27 Jan 23
રાંચી ખાતે રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડની ત્રણ ટી20 સીરીઝની પ્રથમ મેચ આજે રમાઈ હતી. જેમાં ન્યુઝીલેન્ડે ભારતને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝનો પ્રારંભ થયો
ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
વોશિંગ્ટન સુંદરે શાનદાર બોલિંગ કરી ફિન એલન અને ડેવોન કોનવેની ઓપનિંગ ભાગીદારીને તોડી
આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝનો પ્રારંભ થયો છે. પ્રથમ મેચ રાંચીમાં રમાઈ રહી છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં યુવા ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ આગળ પણ આ પ્રદર્શન ચાલુ રાખવા માંગે છે. આ સાથે જ ન્યુઝીલેન્ડની કમાન અનુભવી ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનરના હાથમાં છે. ન્યુઝીલેન્ડે ભારત સામે 177 રનનો ટાર્ગેટ આપ્યો છે
ન્યુઝીલેન્ડે ભારત સામે 177 રનનો ટાર્ગેટ આપ્યો છે. 20 ઓવરમાં કિવી ટીમે છ વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. અર્શદીપ સિંહે મેચમાં ખરાબ બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરના ક્વોટામાં 51 રન આપ્યા અને માત્ર એક વિકેટ લીધી. અર્શદીપ 20મી ઓવરમાં બોલિંગ માટે આવ્યો હતો અને તેણે 27 રન આપ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલે 30 બોલમાં અણનમ 59 રનની સૌથી વધુ ઇનિંગ રમી હતી. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ત્રીજી અડધી સદી હતી. તે જ સમયે, ડેવોન કોનવેએ 35 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની નવમી અડધી સદી હતી. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. તે જ સમયે, અર્શદીપ, કુલદીપ અને શિવમ માવીને એક-એક વિકેટ મળી હતી.
વોશિંગ્ટન સુંદરે ફિન એલન અને ડેવોન કોનવેની ઓપનિંગ ભાગીદારીને તોડી
વોશિંગ્ટન સુંદરે પાંચમી ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને બે વિકેટ ઝડપી. તેણે પહેલા ફિન એલન અને ડેવોન કોનવેની 43 રનની ઓપનિંગ ભાગીદારીને તોડી હતી. સુંદરે ઓવરના બીજા બોલ પર એલનને સૂર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. એલન 23 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 35 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, માર્ક ચેપમેન છેલ્લા બોલ પર કેચ અને બોલ્ડ થયો હતો. ચેપમેન ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. પાંચ ઓવર પછી ન્યૂઝીલેન્ડનો સ્કોર બે વિકેટે 43 રન છે. ફિલિપ્સ 22 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો
ન્યૂઝીલેન્ડને 13મી ઓવરમાં 103 રનના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. કુલદીપ યાદવે ગ્લેન ફિલિપ્સને સૂર્યકુમાર યાદવના હાથે કેચ કરાવ્યો હતો. ફિલિપ્સે ડેવોન કોનવે સાથે ત્રીજી વિકેટ માટે 47 બોલમાં 60 રનની ભાગીદારી નોંધાવી હતી. ફિલિપ્સ 22 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં ડેરીલ મિશેલ એક રન અને કોનવે 28 બોલમાં 27 રન બનાવીને ક્રિઝ પર છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 13 ઓવર બાદ ત્રણ વિકેટે 104 રન છે. ભારતીય ટીમ 15 મહિનાથી આ ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું નથી
ભારતીય ટીમ છેલ્લા 15 મહિનાથી આ ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું નથી. આ ફોર્મેટમાં ભારતને કિવી ટીમ પાસેથી છેલ્લી હાર 31 ઓક્ટોબર 2021ના રોજ મળી હતી. ત્યારપછી દુબઈમાં ટી20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું. ત્યારથી, બંને ટીમો આ ફોર્મેટમાં પાંચ વખત સામસામે આવી છે, જેમાંથી ચાર મેચ ભારતે જીતી છે, જ્યારે એક મેચ ટાઈમાં સમાપ્ત થઈ છે. બંને ટીમો વચ્ચે આ આઠમી દ્વિપક્ષીય T20 શ્રેણી છે. ભારતે આમાંથી ચાર શ્રેણી જીતી છે, જ્યારે ત્રણમાં ભારતનો પરાજય થયો છે. ટી-20 સિરીઝમાં ભારતની ન્યૂઝીલેન્ડ સામે છેલ્લી હાર 2018/19માં થઈ હતી. ત્યારબાદ કિવી ટીમે ભારતને ત્રણ મેચની T20 શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. અર્શદીપ સિંહે ડેવોન કોનવેને દીપક હુડાના હાથે કેચ કરાવ્યો
18મી ઓવરમાં 139ના સ્કોર પર ન્યૂઝીલેન્ડને ચોથો ઝટકો લાગ્યો હતો. અર્શદીપ સિંહે ડેવોન કોનવેને દીપક હુડાના હાથે કેચ કરાવ્યો. કોનવે 35 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. કોનવેએ પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં કિવી ટીમને પાંચમો ઝટકો લાગ્યો હતો. ઈશાન કિશન માઈકલ બ્રેસવેલને વિકેટ પાછળ આઉટ કર્યો. ન્યૂઝીલેન્ડનો સ્કોર 18 ઓવર પછી પાંચ વિકેટે 141 રન છે. હાલમાં કેપ્ટન મિચેલ સેન્ટનર અને ડેરીલ મિશેલ ક્રિઝ પર છે.