હેન્ડસેટ ઉત્પાદક કંપનીઓની પ્રતિનિધિઓ સાથે બુધવારે એક બેઠક થઈ હતી અને એ બેઠકમાં 10,000 રૂપિયાથી વધુના4G ફોનનું ઉત્પાદન ધીમે ધીમે ઘટાડવા વિશે ચર્ચા કરવામાં આવી હતી.
કંપનીઓએ ધીમે ધીમે 4G થી 5G પર શિફ્ટ થવાની વાત કરી
4G ફોનનું ઉત્પાદન ધીમે ધીમે ઘટાડવા વિશે ચર્ચા કરવામાં આવી
ખાસ કરીને 10 હજાર રૂપિયાથી ઉપરના બજેટના ફોન ફક્ત 5Gમાં જ મળશે
5G સર્વિસને લઈને સતત નવી માહિતી બહાર આવી રહી છે. એ વિશે હાલ એક નવી અપડેટ સામે આવી છે જે સ્માર્ટફોન ઉત્પાદકો સાથે જોડાયેલ છે. એક રિપોર્ટ અનુસાર હેન્ડસેટ ઉત્પાદક કંપનીઓની પ્રતિનિધિઓ સાથે બુધવારે એક બેઠક થઈ હતી અને એ બેઠકમાં 10,000 રૂપિયાથી વધુના4G ફોનનું ઉત્પાદન ધીમે ધીમે ઘટાડવા વિશે ચર્ચા કરવામાં આવી હતી. હવે દરેક કંપનીઓએ ધીમે ધીમે 4G થી 5G પર શિફ્ટ થવાની વાત કરી છે.
ત્રણ મહિનાનો સમય..
એ રિપોર્ટ અનુસાર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અને મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY)ના અધિકારીઓએ મોબાઈલ ઓપરેટર્સ અને સ્માર્ટફોન ઉત્પાદકો સાથે આ બેઠકનું આયોજન કર્યું હતું. એ બેઠકમાં અધિકારીઓએ 5G સેવાઓને વેગ આપવા માટે ત્રણ મહિનાની ટ્રિમફ્રેમ આપી હતી અને એ વિશે ચર્ચા થઈ હતી કે સ્માર્ટફોન ઉત્પાદકો ધીમે ધીમે 4G થી 5G માં શિફ્ટ થશે.
ખાસ કરીને 10 હજાર રૂપિયાથી ઉપરના બજેટના ફોન
એ મિટિંગમાં થયેલ વાત મુજબ આવનારા દિવસોમાં 10 હજાર રૂપિયાથી વધુના બજેટમાં ફક્ત 5G સ્માર્ટફોન જ મળશે. ઈન્ડસ્ટ્રી એક્ઝિક્યુટિવે કહ્યું હતું કે ભારતમાં 750 મિલિયન મોબાઈલ ફોન યુઝર્સ છે અને 100 મિલિયન લોકો પાસે 5G તૈયાર ફોન છે પણ હજુ 350 મિલિયનથી વધુ યુઝર્સ 3G અથવા 4G ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી અને તેમાં એપલ, સેમસંગ અને બીજા ટેલિકોમ ઓપરેટર્સ સાથે બ્રાન્ડ્સના એક્ઝિક્યુટિવ્સ પણ સામેલ થયા હતા. કંપનીઓએ કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં યૂઝર્સને 5G સપોર્ટનું અપડેટ મળશે અને કોઈપણ સમસ્યા વિના એમના ફોનમાં 5G સર્વિસનો ઉપયોગ કરી શકશે. ખાસ જણાવી દઈએ કે અત્યારે કોઈપણ iPhoneમાં 5G નેટવર્ક નથી આવી રહ્યું.