Big Opportunity for Lakhs of Candidates than Government Exam Preparation, GPSC Announces Recruitment Program 2023-24, View LI
BIG NEWS /
સરકારી પરીક્ષાની તૈયારી કરતાં લાખો ઉમેદવારો માટે મોટી તક, GPSCએ વર્ષ 2023-24ની ભરતીનો કાર્યક્રમ કર્યો જાહેર, જુઓ LIST
Team VTV09:46 PM, 30 Jan 23
| Updated: 09:46 PM, 30 Jan 23
વર્ગ-1 તેમજ વર્ગ-2 ની સરકારી નોકરી માટેની તૈયારી કરી રહેલ લોકો માટે આનંદના સમાચાર છે. GPSC દ્વારા વર્ષ દરમ્યાન લેવાનાર તમામ પરીક્ષાની વિગતવાર માહિતી દર્શાવવામાં આવ્યા છે.
GPSC દ્વારા વર્ષ 2023-24 નું કેલેન્ડર જાહેર
કેલેન્ડરમાં 2023 માં યોજાનારી તમામ ભરતીની વિગતવાર માહિતી
નવા વર્ષમાં અલગ-અલગ મહિનામાં પરીક્ષાનું આયોજન
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2023-24 નાં વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2023 માં યોજાનારી તમામ ભરતી ક્યાં સમયગાળામાં યોજાશે તેની તમામ વિગતો દર્શાવવામાં આવી છે.
નવા વર્ષમાં અલગ-અલગ મહિનામાં પરીક્ષાનું આયોજન
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવા વર્ષના મે મહિનામાં કુલ 12 પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં નાયબ નિયામક, કાયદા અધિક્ષક, ટેકનિકલ ઓફિસર સહિતની અનેક ભરતી યોજાનાર છે. ત્યારે જૂન 2023 માં કુલ 15 અલગ-અલગ જગ્યાઓ પર પરીક્ષા લેવામાં આવશે. જ્યારે જુલાઈ મહિનામાં 19 જેટલી જગ્યાઓ પર પરીક્ષા લેવાશે.
ઓગષ્ટથી ડિસેમ્બર સુધી પણ પરીક્ષા લેવામાં આવશે
ઓગષ્ટ મહિનામાં 6 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે. સપ્ટેમ્બર મહિનામાં 14 જેટલી અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે. ઓક્ટોમ્બરમાં પણ 14 જેટલી પરીક્ષા લેવામાં આવશે. ત્યારે નવેમ્બર મહિનામાં કુલ 7 જેટલી પરીક્ષાઓનું આયોજન GPSC દ્વારા લેવામાં આવનાર છે. વધુમાં ડિસેમ્બર મહિનામાં પણ 13 જેટલી પરીક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવનાર છે.