Big news: The commotion when this Jainmuni committed suicide in Dharamshala, find out where the incident happened
મોટા સમાચાર /
આ જૈનમુનિએ ધર્મશાળામાં આપઘાત કરી લેતા ખળભળાટ, જાણો ક્યાં બની ઘટના
Team VTV11:07 PM, 30 Oct 21
| Updated: 08:33 AM, 31 Oct 21
ઇંદૌરમાં શનિવારે સાંજે એક જૈન મુનિએ પરદેશી પૂરા વિસ્તારમાં આવેલી એક ધર્મશાળામાં ફાંસી લગાવી આત્મહત્યા વહોરી લીધી હતી. મુનિનું નામ હતું આચાર્ય શ્રી 108 વિમદ સાગર.
જૈન મુનિએ ચાતુર્માસ દરમિયાન કરી આત્મહત્યા
ઈંદૌરમાં ધર્મશાળામાં કરી લીધી આત્મહત્યા
જૈન સમાજમાં ઘીરો શોક;બહુવિધ તર્ક-વિતર્ક
ઇંદૌરમાં શનિવારે સાંજે એક જૈન મુનિએ પરદેશી પૂરા વિસ્તારમાં આવેલી એક ધર્મશાળામાં ફાંસી લગાવી આત્મહત્યા વહોરી લીધી હતી. મુનિનું નામ હતું આચાર્ય શ્રી 108 વિમદ સાગર. મળેલી માહિતી પ્રમાણે,તેઓ ચાતુર્માસના સંબંધમાં ઇંદૌર આવ્યા હતા. પોલીસ આ કેસમાં વધારાની માહિતી એકત્રિત કરી રહી છે.આ ઘટના બાદ જૈન સમાજના સેંકડો શ્રદ્ધાળુઓ ધર્મશાલા નજીક એકઠા થઇ ગયા હતા.આત્મહત્યાના કારણોનો વધુ ખુલાસો થયો નથી.
ધર્મશાળામાં હતો નિવાસ
પોલીસના મતાનુસાર, નંદા નગરમાં જૈન મંદિર નજીક એક ધર્મશાળામાં મુનિ વિમદ સાગર ઉતર્યા હતા.પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેમને અહીં ફાંસી લગાવી આત્મહત્યા વહોરી હતી. ઘટનાની માહિતી મળતા જ પરદેશી પૂરા વિસ્તારના પોલીસ મથકના ઇન્ચાર્જ સહિતના અન્ય અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટના સ્થળે જ FSLની ટીમ ઉપરાંત જૈન સમુદાયના અગ્રણીઓનું ટોળું એકત્રિત થી ગયું હતું.અને ઘટના અંગે બહુવિધ તર્ક વિતર્ક ચાલ્યા હતા.
ચાતુર્માસ કરવા આવ્યા હતા
કહેવાય રહ્યું છે કે, જૈન મુનિ ત્રણ દિવસ પહેલા જ નંદા નગર રોડ નંબર-3 સ્થિત શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિરનાં સંત સદનમાં ચાતુર્માસ કરવા આવ્યા હતા. શુક્રવારે બપોરે તેઓ વિહાર માટે ગુમાસ્તા નગર જવાના હતા.તે પહેલા તેમના સેવાદાર અનીલ જૈન એ સંત સદનમાં એક રૂમમાં પંખા પર દોરી સાથે લટકતું તેમનું શબ જોયું ,અને આસપાસના લોકોને એકઠા કર્યા હતા.
જૈન સમાજ થયો એકઠો;ઘેરો શોક
ઘટના સ્થળે પોલીસ પણ પહોચી હતી. મુનિ મહારાજના મોતના ખબર મળતા જ જૈન સમુદાયના કેટલાય લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ એ ઘટના સ્થળે પહોચી તપાસ શરુ કરી દીધી હતી. જો કે, જે રૂમમાં તેઓએ આત્મહત્યા કરી હતી તે રૂમને પોલીસે સીલ કરી દીધો છે. અહીકારીઓનું કહેવું છે કે, કેસ તો આત્મહત્યાનો લાગી રહ્યો છે. જૈન મુનિ મધ્યપ્રદેશના સાગર જીલ્લાનાં શાહ્ગઢનાં રહેવાસી હતા