બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / BIG NEWS: Pave way for all-party government in Sri Lanka, PM Wickremesinghe and President Gotbaya resign
Last Updated: 07:01 PM, 9 July 2022
ADVERTISEMENT
શ્રીલંકામાં આર્થિક સંકટને પગલે લોકો વિફરતા અને કટોકટી પર કાબૂ મેળવવા પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે પાર્ટી નેતાઓની એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. બેઠકમાં ઝૂમ મિટિગ દ્વારા સ્પીકર પણ જોડાયા હતા. ઈમરજન્સી બેઠક બાદ પીએમ રાનિલ વિક્રમસિંઘેએ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી.
સર્વપક્ષીય સરકાર રચાશે
ADVERTISEMENT
પીએમ રાનિલ વિક્રમસિંઘેના રાજીનામાની જાહેરાત બાદ હવે શ્રીલંકામાં સર્વપક્ષીય સરકાર રચાશે. ઈમરજન્સી બેઠકમાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેને પણ રાજીનામું આપવાનું જણાવાયું હતું. લોકોના મહેલમાં ઘુસી આવવાથી રાષ્ટ્રપતિ ગોટબાયા પરિવારને લઈને ફરાર થઈ ગયા હતા.
શ્રીલંકામાં સર્વપક્ષીય સરકાર, ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી
સ્પીકરના ઘરે બેઠક બાદ સાંસદ હર્ષા ડી સિલ્વાએ ટ્વીટ કરીને કહ્યું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાષ્ટ્રપતિ અને પીએમ તાત્કાલિક પદ છોડી દે. વધુમાં વધુ 30 દિવસ માટે કાર્યકારી રાષ્ટ્રપતિની નિમણૂક થવી જોઈએ. આગામી થોડા દિવસોમાં વચગાળાની સર્વપક્ષીય સરકારની નિમણૂક કરી ટૂંક સમયમાં ચૂંટણી યોજવી જોઈએ.
Ranil Wickremesinghe announces his resignation as Prime Minister of Sri Lanka pic.twitter.com/0hwLlKqJ63
— ANI (@ANI) July 9, 2022
15 જુલાઈ સુધી તમામ સ્કૂલ, 4 યુનિવર્સિટી બંધ
શ્રીલંકામાં આર્થિક અને રાજકીય સંકટ ઘેરુ બની રહ્યું છે. સરકારે અગમચેતીના પગલાં રુપે 15 જુલાઈ સુધી તમામ સ્કૂલો અને ચાર સ્ટેટ યુનિવર્સિટીઓને હંગામી ધોરણે બંધ કરી દીધી છે.
#SriLankaProtests | Prime Minister Ranil Wickremesinghe has told the party leaders that he is willing to resign as Prime Minister of the nation and make way for an all-party government to take over: PMO
— ANI (@ANI) July 9, 2022
રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે પરિવાર સાથે દેશ છોડીને જતા રહ્યાં
પ્રદર્શનકારીઓના રાષ્ટ્રપતિના મહેલ પર કબજા પહેલા રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે પરિવારની સાથે દેશ છોડીને જતા રહ્યાં હતા.
Ranil Wickremesinghe resigns as Prime Minister of Sri Lanka#SriLankaCrisis pic.twitter.com/0AF8BfpmcH
— ANI (@ANI) July 9, 2022
સ્પીકરે પ્રધાનમંત્રી વિક્રમસિંઘે અને રાષ્ટ્રપતિ રાજપક્ષેને લખ્યો લેટર
લોકોના ઉગ્ર વિરોધ પ્રદર્શનની વચ્ચે સ્પીકરે પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે અને રાષ્ટ્રપતિ ગોયબાયા રાજપક્ષેને એક લેટર લખ્યો હતો અને તેમને બન્નેને રાજીનામા આપી દેવાની અપીલ કરી હતી.
શ્રીલંકામાં આર્થિક કટોકટીને પગલે લોકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે લોકો વિફર્યા હતા અને તેઓ શનિવારે રાષ્ટ્રપતિ મહેલમાં ઘુસી ગયા હતા તેમની મુખ્ય માગ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી રાજીનામું આપે તેવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.