Big news on LRD-PSI recruitment issue: Physical examination postponed in 6 grounds of the state
હમણાં નહિ /
LRD-PSI ભરતી મુદ્દે મોટા સમાચારઃ રાજ્યના 6 મેદાનમાં શારીરિક પરીક્ષા મોકૂફ
Team VTV03:56 PM, 02 Dec 21
| Updated: 04:04 PM, 02 Dec 21
ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની સમયાવધિ લંબાતા PSI અને LRD ભરતીની પરીક્ષા મોકૂફ.રાજ્યના 6 મેદાનમાં શારીરિક કસોટી મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે.
PSI અને LRD ભરતીની પરીક્ષા મોકૂફ
રાજ્યના 6 મેદાનમાં શારીરિક કસોટી મોકૂફ
કમોસમી માવઠાના પરિણામે મોકૂફ કસોટી
ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની સમયાવધિ લંબાતા PSI અને LRD ભરતીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. અગાઉ માત્ર બે-ત્રણ જગ્યાએ જ આ પરીક્ષા મોકૂફ રાખવાની વાત હતી.પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ વાતાવરણ અનુકૂળ ના હોય,વિભાગે રાજ્યના 6 મેદાનમાં શારીરિક કસોટી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
કમોસમી વરસાદને લીધે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ ખેડા સુરેન્દ્રનગર અમરેલી તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પોસઇ/ લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે PSI અને LRD ભરતીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.. રાજ્યના 6 મેદાનમાં શારીરિક કસોટી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.. જે મેદાનમાં શારીરિક પરીક્ષા મોકૂફ રખાઈ છે. તેમાં પોલીસ હેડ ક્વાર્ટર, ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર, અમરેલી, SRP ગ્રુપ 11, વાવ, સુરત, SRP ગ્રુપ 7 અને નડીયાદની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આ પરીક્ષા 3 અને 4 ડિસેમ્બરે યોજાવવાની હતી. જોકે હવે પરીક્ષા મોકૂફ કરતા ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.