બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Big news on census: This is how Modi government can update NPR

કવાયત / વસ્તી ગણતરીને લઈને મોટા સમાચાર: આ રીતે NPR અપડેટ કરાવી શકે છે મોદી સરકાર, શિયાળુ સત્રમાં આવી શકે છે બિલ

Last Updated: 09:50 AM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે કે NPR અપડેટનું આ બિલ ભારતના રજિસ્ટ્રાર જનરલને જન્મ અને મૃત્યુ ડેટાબેઝ જાળવી રાખવા અને NPR અપડેટ કરવાની મંજૂરી આપે છે

  • શિયાળુ સત્રમાં મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાની તૈયારીમાં મોદી સરકાર 
  • NPR અપડેટ કરવાની મંજૂરી આપવા માટે એક બિલ લાવી શકે મોદી સરકાર 
  • શિયાળુ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી

મોદી સરકાર 7 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં એક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. વિગતો મુજબ સરકાર જન્મ અને મૃત્યુ ડેટાબેઝ દ્વારા નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે કે NPR અપડેટ કરવાની મંજૂરી આપવા માટે એક બિલ લાવી શકે છે. આ બિલ ભારતના રજિસ્ટ્રાર જનરલને જન્મ અને મૃત્યુ ડેટાબેઝ જાળવી રાખવા અને NPR અપડેટ કરવાની મંજૂરી આપે છે.

જન્મ અને મૃત્યુની નોંધણી (RBD) અધિનિયમ 1969માં સુધારો કરવા માટેનો ડ્રાફ્ટ બિલ ગયા વર્ષે ઓક્ટોબરમાં ગૃહ મંત્રાલય દ્વારા જાહેર ટિપ્પણીઓ અને સૂચનો માટે રજૂ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવિત બિલ મુજબ ડેટાનો ઉપયોગ મતદાર યાદી, આધાર ડેટાબેઝ, રેશન કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ અપડેટ કરવા માટે પણ કરવામાં આવશે.

6 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક 

મહત્વનું છે કે, સંસદના શિયાળુ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા સરકારે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી છે. 6 ડિસેમ્બરે તમામ રાજકીય પક્ષોની બેઠક મળશે જેમાં સત્રની સંભવિત વિધાનસભાની કામગીરી અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભા અને રાજ્યસભામાં રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રણ મોકલ્યા છે.

શિયાળુ સત્રમાં કેટલી બેઠકો થશે ? 

સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે. તે 29 ડિસેમ્બરે સમાપ્ત થશે. આ સત્રમાં 17 બેઠકો થશે. લોકસભા અને રાજ્યસભાએ અલગ-અલગ જાહેરનામું બહાર પાડ્યું છે. આ દરમિયાન મહત્વની તારીખોની વિગતો પણ જાહેર કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ભારત આવતા મહિને G20નું અધ્યક્ષપદ સંભાળવા જઈ રહ્યું છે. સરકારે 5 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ રાજકીય પક્ષોના વડાઓની બેઠક બોલાવી છે. આમાં સરકાર રાજકીય પક્ષોને જી-20નું અધ્યક્ષપદ સંભાળવા માટે ભારતની રણનીતિ વિશે માહિતગાર કરશે. આ ખાસ બેઠકમાં હાજર રહેવા તમામ રાજકીય પક્ષોના પ્રમુખોને આમંત્રણ પત્રો મોકલવામાં આવ્યા છે.

પીએમ મોદી પણ સામેલ થઈ શકે છે આ બેઠકમાં 

સરકાર વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર, રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી બેઠકમાં હાજરી આપશે. G20 શેરપા અમિતાભ કાંત પણ આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. ભારત 1 ડિસેમ્બરથી એક વર્ષ માટે G20નું પ્રમુખપદ સંભાળશે.

સંકળાયેલા મુદ્દાઓ

NPR નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર મોદી સરકાર વસ્તી ગણતરી શિયાળુ સત્ર સર્વપક્ષીય બેઠક Modi government
Priykant Shrimali
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ