બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / BIG NEWS: In PM Modi's action against 'power problem', a big decision can be taken today

બેઠક / BIG NEWS: 'પાવર પ્રૉબ્લેમ' સામે PM મોદી એક્શનમાં, આજે લેવાઈ શકે છે મોટો નિર્ણય

ParthB

Last Updated: 12:15 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ,દિલ્હી,UP,મહારાષ્ટ્ર અને કર્ણાટક પાવર પ્લાન્ટમાં કોલોસાની અછત અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યાં છે. તેને જોતા PMO માં ઉર્જા અને કોલસા મંત્રાલાય પરિસ્થિતિ વિશે માહિતી આપશે

  • વીજ કટોકટીના પગલે કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર  
  • ઉર્જા અને કોલસા મંત્રાલય PMO ને પરિસ્થિતિ વાકેફ કરશે
  • ઉર્જા મંત્રાલયે ડિસ્કોમને મહત્તમ વીજ પુરવઠો આપવાનો નિર્દેશ કર્યો 

વીજ કટોકટીના પગલે કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર  

દેશમાં કોલોસાની કટોકટીને લઈને મંગળવારે એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે. કોલસા અને ઉર્જા સચિવ આદે પ્રધાનમંત્રી કાર્યાલયમાં વર્તમાન પરિસ્થિતિ અને તેની સાથે વ્યવહાર કરવા માટે લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપશે. પાવર પ્લાન્ટમાં કોલસાની અછતને કારણે વિવિધ રાજ્યોમાં વીજ નિષ્ફળતાના અહેવાલોને કારણે કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. સોમવારે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

ઉર્જા અને કોલસા મંત્રાલયોના સચિવો PMO ને પરિસ્થિતિ વાકેફ કરશે

પ્રાપ્ત માહિતી અનુસાર PMO માં ઉર્જા અને કોલસા મંત્રાલયોના સચિવો આજે વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપશે. પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક પહેલેથી જ બગડતી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યાં છે. જો કે, કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે.સિંહે ખાતરી આપી હતી કે, આ બિનજરૂરી ભય સર્જાઈ રહ્યો છે. અને ડિસ્કોમને કાર્યવાહીની ચેતવણી આપી છે. 

ઉર્જા મંત્રાલયે ડિસ્કોમને મહત્તમ વીજ પુરવઠો આપવાનો નિર્દેશ કર્યો 
 
કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે નેશનલ થર્મલ પાવર કોપોર્રેશન અને દામોદર વેલી કોર્પોરેશનને સંબંધિત વીજ ખરીદી કરારો હેઠળ દિલ્હી ડિસ્કોમને મહત્તમ વીજ પુરવઠો આપવાનો નિર્દેશ આપ્યો છે. અહીં, આસામમાં ઉર્જા મંત્રી બિમલ અરોરાએ કહ્યું  છે કે, દુર્ગા પૂજા દરમિયાન વીજળીની કોઈ અછત નહીં હોય આસામે ઓપન એક્સચેન્જમાંથી ઉર્જાની ખરીદી છે. અમે 13-14 કરોડ રૂપિયા વધુ ખર્ચ્યા છે. 

સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી 

આ પેહેલા ગૃહમંત્રી અમિત શાહે સોમાવરે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આર.ટી.સિંહ, કેનદ્રીય કોલસામંત્રી પ્રહલાદ જોશી સહિત NTPC ના ઘણા અધિકારીઓ આ  બેઠકમાં હાજર હતા. આ બેઠક દિલ્હીમાં ગૃહ મંત્રાલયના કાર્યાલયમાં યોજાઈ હતી. સિંહે કહ્યું હતું કે કોલસાની કોઈ અછત નથી. આ પછી, કોલસા મંત્રાલયેએ પણ સ્પષ્ટ કર્યું હતું કે પાવર પ્લાન્ટ્સની માંગને પહોંચી વળવા માટે કોલસા પૂરતા પ્રમાણમાં હાજર છે.

આર.ટી.સિંહે ગેલ અને ટાટાને પાવરને તેમના બેજવાદાર વલણ માટે ઠપકો આપ્યો હતો

આર.ટી.સિંહે ગેલ અને ટાટા પાવરને તેમના બેજવાબદાર વર્તન માટે ઠપકો આપ્યો હતો. તે જ સમયે, તેમણે ખાતરી આપી હતી કે, દેશમાં 4-5 દિવસનો અનામત છે. તેમણે કહ્યું અમારો કોલસાનો જથ્થો જળવાઈ રહ્યો છે. અહીં ચિંતા કરવાની કોઈ વાત નથી. લોકોને ખબર હોવી જોઈએ કે અમે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. વધતી માંગને કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. માંગ વધારે છે.તેનો અર્થ છે કે, આર્થિક વૃદ્ધિ થઈ રહી છે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ