બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Big news in Mahendra Faldu suicide case

તપાસ / મહેન્દ્ર ફળદુ આપઘાત કેસ મામલે મોટા સમાચાર, ઓઝોન ગૃપના ત્રણ ડાયરેકટરોની આઠ કલાક પુછપરછ

ParthB

Last Updated: 09:28 AM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના અગ્રણી વકીલ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં પોલીસે ઓઝોન ગૃપના ત્રણ બિલ્ડરોની પૂછપરછ કરાઈ હતી

  • રાજકોટના અગ્રણી વકીલ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસ
  • પોલીસે ઓઝોન ગ્રુપના ત્રણ બિલ્ડરોની પૂછપરછ
  • હાઇકોર્ટે આરોપીઓની 15 એપ્રિલ સુધી ઘરપકડ ન કરવા આદેશ આપ્યા 

ઓઝોન ગ્રુપના ત્રણ બિલ્ડરોની આઠ કલાક સુધી ચાલી પૂછપરછ

રાજકોટના અગ્રણી વકીલ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં પોલીસ દ્વારા કરાઇ પૂછપરછ. અમદાવાદના ઓઝોન ગ્રુપના ત્રણ બિલ્ડરોની પોલીસે કરી પૂછપરછ.  ત્રણેય બિલ્ડરોએ મહેન્દ્ર ફળદુના સીધા સંપર્કમાં ન હોવાનો બચાવ કર્યો હતો. જયેશ પટેલ, પ્રણય પટેલ, દિપક પટેલની પોલીસે પૂછપરછ કરી. પોલીસે આઠ કલાક સુધી પૂછપરછ ચાલી હતી.

આરોપીઓની 15 એપ્રિલ સુધી ઘરપકડ ન કરવા હાઇકોર્ટ આદેશ આપ્યા છે

રાજકોટના અગ્રણી વકીલ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં પોલીસે  અમદાવાદના ઓઝોન ગૃપના ત્રણ ડાયરેકટરો જયેશ કાન્તીલાલ પટેલ, પ્રણય કાન્તીલાલ પટેલ અને દીપક મણીલાલ પટેલની આઠ કલાક સુધી પુછપરછ કરી નિવેદનો નોંધ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપીઓની 15 એપ્રિલ સુધી ધરપકડ ન કરવા હાઇકોર્ટે આદેશ આપ્યા છે.

સ્યુસાઈડ નોટ ઓઝોન ગૃપના ત્રણેય બિલ્ડરોનો ઉલ્લેખ કરાયો હતો. 

મહત્વનું છે કે, આપઘાત પહેલા મહેન્દ્ર ફળદુએ એક સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં અમદાવાદના બાવળા તાલુકાના બલદાણા ગામે ઓઝોન તસ્કની પ્રોજેકટમાં પોતે અને સગાસંબંધીઓએ રોકેલા 33 કરોડ ફસાઈ જતા આત્મહત્યા કરી રહ્યાનું લખ્યું હતું. આ માટે રાજકોટના બિલ્ડરો એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ, અમદાવાદના અતુલ મહેતા અને ઓઝોન ગૃપના જયેશ પટેલ, પ્રકાશ પટેલ, પ્રણય પટેલ અને દીપક પટેલ જવાબદાર હોવાનું લખ્યું હતું. 

ત્રણેય બિલ્ડરોએ મહેન્દ્ર ફળદુ સાથે સીધા સંપર્કમાં નહી હોવાનો કર્યો બચાવ

જેના આધારે પોલીસે આ સાતેય આરોપી બિલ્ડરો સામે ગુનો દાખલ કર્યો હતો. જો કે આરોપીઓ હાઈકોર્ટમાં જતા રાહત મળી હતી. આ કેસની તપાસ માટે રચાયેલી સીટ દ્વારા થોડા દિવસો પહેલા જ રાજકોટના બે બિલ્ડરો એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ અને અમદાવાદના અતુલ મહેતાની પુછપરછ કરી નિવેદનો નોંધવામાં આવ્યા હતા. જેમાં આ ત્રણેય આરોપી બિલ્ડરોએ મહેન્દ્ર ફળદુએ બુકીંગના તમામ પૈસા અને ડેવલપમેન્ટ ચાર્જ નહી ચુકવતા દસ્તાવેજો નહી થયાનો બચાવ કર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Mahendra Faldu Proceedings rajkot suicide case ગુજરાતી ન્યૂઝ મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ રાજકોટ Mahendra Faldu suicide case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ