Big news for lakhs of students of class 5 to 8, if there are less than 35 percent marks in two subjects, the class will not be promoted, know the details
BIG BREAKING /
ધોરણ 5થી 8ના લાખો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, બે વિષયમાં 35 ટકાથી ઓછા માર્ક્સ હશે તો વર્ગ બઢતી નહીં મળે, જાણો વિગત
Team VTV07:42 PM, 27 Feb 23
| Updated: 11:52 PM, 27 Feb 23
ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓને બે વિષયમાં 35 ટકાથી ઓછા માર્કસ હશે તો તેઓને બઢતી નહી મળે. ત્યારે કોરોનાના કારણે શિક્ષણ વિભાગ દ્વારા નિયમ અટકાવવામાં આવ્યો હતો.
ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
બે વિષયમાં 35 ટકાથી ઓછા માર્ક્સ હશે તો વર્ગ બઢતી નહીં મળે
કોરોનાના કારણે નિયમ અટકાવવામાં આવ્યો હતો
ફાઈલ ફોટો
શિક્ષણ વિભાગ દ્વારા કોરોના મહામારી વખતે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાં વખતે વિદ્યાર્થીઓ માટે અમુક નિયમો અટકાવવામાં આવ્યા હતા. જે નિયમો હવે ફરી અમલી બનાવવામાં આવી રહ્યા છે. આજે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓને બે વિષયમાં 35 ટકાથી ઓછા માર્કસ હશે તો વર્ગ બઢતી નહી મળે. શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાં મહામારીને કારણે નિયમ અટકાવવામાં આવ્યો હતો. જે નિયમ હવે ફરી અમલી બનાવવામાં આવ્યો છે.